'અબુ આઝમીને યુપી મોકલી દો, ઇલાજ કરી દેશું', ઓરંગઝેબની પ્રસંશા પર ભડક્યા CM યોગી આદિત્યનાથ
UP Vidhan Sabha: મુખ્યમંત્રીએ કહ્યું કે હું સમાજવાદી પાર્ટીના મિત્રોને કહેવા માંગુ છું કે જો તમને ભારતના વારસા પર ગર્વ નથી

UP Vidhan Sabha: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબના મુદ્દા પર સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ઉત્તરપ્રદેશમાં પણ રાજકારણ ચાલી રહ્યું છે. યુપી વિધાનસભાના બજેટ સત્રના છેલ્લા દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં આ મુદ્દા પર ટિપ્પણી કરી.
મુખ્યમંત્રીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી ઔરંગઝેબને આદર્શ માને છે. ઔરંગઝેબના પિતા શાહજહાં તેમના જીવનચરિત્રમાં લખે છે કે ભગવાન ના કરે કે આવો દુ:ખી વ્યક્તિ જન્મે નહીં. તેણે પોતાના પિતાને આગ્રા કિલ્લામાં કેદ કર્યા. એ બદમાશને પાર્ટીમાંથી કાઢી મુકો. તેને એકવાર યુપી મોકલી દો, અમે તેનો ઇલાજ કરી દેશું. શું તેને ભારતમાં રહેવાનો અધિકાર હોવો જોઈએ? સમાજવાદી પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ કે તેઓ અબુ આઝમીને પાર્ટીમાંથી કેમ હાંકી કાઢતા નથી?
મુખ્યમંત્રીએ કહ્યું કે હું સમાજવાદી પાર્ટીના મિત્રોને કહેવા માંગુ છું કે જો તમને ભારતના વારસા પર ગર્વ નથી, તો ઓછામાં ઓછું તમારે રામ મનોહર લોહિયાની વાત સાંભળવી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની એકતાના ત્રણ પાયા છે - ભગવાન રામ, ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ.
અબુ આઝમીએ શું કહ્યું હતું ?
સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ સોમવારે મુઘલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરી. અબુ આઝમીએ મીડિયાને કહ્યું હતું કે ઔરંગઝેબ ન્યાયપ્રેમી રાજા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ ભારત સોને કી ચીડિયા બન્યું, હું ઔરંગઝેબને ક્રૂર શાસક નથી માનતો. ઔરંગઝેબના સમયમાં તે રાજકારણ માટે લડાઈ હતી, ધર્મ માટે નહીં; તે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની લડાઈ નહોતી.
આ પણ વાંચો
GK: શું થશે જો રાત પડવાનું બંધ થઇ જાય તો... કેટલા દિવસ જીવતા રહી શકશે માણસો ?