શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
લોકસભામાં હોબાળા પર રાહુલ ગાંધીએ કહ્યુ- મને બોલતો રોકવા માટે હર્ષવર્ધને ડ્રામા કર્યો
રાહુલ ગાંધીએ લોકસભામાં કોગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્હીઃ કોગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં પાર્ટીના સાંસદોએ સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન પર હુમલો કરવાના દાવાઓને ફગાવતા કહ્યું કે, આ બધુ ડ્રામા હતું. સરકાર રોજગારના મુદ્દા પર કોઇ જવાબ આપી રહી નથી અને હું સતત રોજગારનો સવાલ પૂછી રહ્યો છું જેને કારણે મને બોલતો રોકવા માટે હર્ષવર્ધને નિર્દેશ મેળવીને ડ્રામા કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, હર્ષવર્ધને જે કર્યું તે અસંસદીય છે. બાદમાં રાહુલ ગાંધીએ લોકસભામાં કોગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી.
રાહુલ ગાંધીએ સંસદ બહાર મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હું બીજો મુદ્દો ઉઠાવી રહ્યો છું. સવાલનો જવાબ આપવામાં આવે છે પરંતુ હેલ્થ મિનિસ્ટરને કોઇએ કહ્યુ હશે નહી તો તેઓ પોતાની રીતે આવું વર્તન કરે નહીં. આ અસંસદીય છે, સામાન્ય રીતે આવું થતું નથી. રાહુલે કોગ્રેસ સાંસદ માનિક ટૈગારના હર્ષવર્ધન સાથે ચર્ચામાં ઉતર્યાના સવાલ પર કહ્યું કે, તેમણે કોઇના પર કોઇ હુમલો કર્યો નથી. તમે વીડિયો જોઇ શકો છો. માનિક ટૈગાર વેલમાં જરૂર ગયા હતા પરંતુ તેમણે કોઇના પર હુમલો કર્યો નહોતો, ઉલટું તેમના પર હુમલો થયો હતો. રાહુલે કહ્યું વડાપ્રધાન પોતાના પદ અને કદ અનુસાર વ્યવહાર કરી રહ્યા નથી. વડાપ્રધાનનો ખાસ દરજ્જો હોય છે. વડાપ્રધાન રોજગાર આપી રહ્યા નથી એટલા માટે આ ડ્રામા કરવામાં આવ્યો.Union Health Minister Harsh Vardhan in Rajya Sabha: We are providing support to other countries in tackling the challenge posed by #Coronavirus. Indian Council of Medical Research has offered to test samples for other southeast Asian countries. (1/2) pic.twitter.com/fsfDFrUTAj
— ANI (@ANI) February 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion