શોધખોળ કરો
Advertisement
ભારતમાં કોરોના ટેસ્ટિંગ પર બોલ્યા ટ્રમ્પ- જો વધારે કરશો તો અમેરિકાથી વધારે મામલા આવશે સામે
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને ટ્રમ્પ બીજા કાર્યકાળ માટે મહેનત કરી રહ્યા છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થઈ રહેલા કોરોના ટેસ્ટની તુલના ભારત, ચીન સહિત અન્ય દેશો સાથે કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ભારત અને ચીન જેવા દેશ વધારે સંખ્યામાં ટેસ્ટ કરે તો તેમને ત્યાં કોરોના વાયરસના મામલા અમેરિકાથી વધારે હશે.
ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ 2 કરોડ તપાસ કરી છે. અમેરિકાની તુલનામાં જર્મનીએ 40 લાખ અને દક્ષિણ કોરિયાએ આશરે 30 લાખ તપાસ કરી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 19 લાખથી વધારે મામલા સામે આવી ચુક્યા છે અને 1 લાખ 11 હજાર લોકોના મોત થયા છે. જ્યારે ભારતમાં 2,36,657 અને ચીનમાં 84,117 મામલા સામે આવ્યા છે. અમેરિકા વિશ્વમાં કોરોના વાયરસતી સૌથી વધારે પ્રભાવિત છે.
અમેરિકામાં કોરોના ટેસ્ટ પર ટિપ્પણી કરતાં ટ્રમ્પે કહ્યું, યાદ રાખો, જ્યારે તમે વધારે તપાસ કરશો તો તમારે ત્યાં પણ વધારે મામલા આવશે. હું કહેવા માંગુ છું કે અમારે ત્યાં મોટા પાયે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે તેથી મામલા વધારે છે. આપણી તપાસ કરવાની ક્ષમતા વધવાથી આપણા દેશમાં ચીજો ફરથી ખુલી રહી છે અને આપણી અર્થવ્યવસ્થા બેઠી થઈ રહી છે, કોઈ આવું વિચારી પણ નહોતું શકતું. જો ચીન અને ભારત પણ આપણી જેમ મોટા પાયે ટેસ્ટિંગ કરે તો તેમને ત્યાં આંકડાનું પ્રમાણ ખૂબ વધી શકે છે.
અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને ટ્રમ્પ બીજા કાર્યકાળ માટે મહેનત કરી રહ્યા છે. આ વખતે તેમનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવા જો બાઈડેન સાથે છે. મોટાભાગના ચૂંટણી પૂર્વ સર્વેક્ષણ પ્રમાણે બાઈડેન, ટ્રમ્પથી ઘણા આગળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement