શોધખોળ કરો
પરીક્ષાને ધ્યાનમાં રાખતા 28 મે પહેલા થઈ શકે છે યૂપી ચૂંટણી!

લખનઉ: ઉત્તર પ્રદેશમાં 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારિયો પુરજોરમાં ચાલી રહી છે. અહેવાલો પ્રમાણે, યૂપીમાં ચૂંટણી 28 મે પહેલા ક્યારેય પણ શકે છે. જો કે, ચૂંટણી આયોગ ઈચ્છે છે કે વૉટિંગની અસર બાળકોની પરીક્ષા ઉપર ન પડે તેના માટે વિધાનસભાની ચૂંટણીને મેના અંત સુધીમાં પુરી કરી નાખવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. અહેવાલોનું માનીએ તો આ વખતે યૂપી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ત્યારથી કેંદ્રીય સુરક્ષા જવાનોને ઉભા કરી દેવામાં આવશે. ઉત્તર પ્રદેશમાં આગલા વર્ષે વિધાન સભાની ચૂંટણી થનાર છે પરંતુ તારીખને લઈને અત્યારે પણ સસ્પેંસ બનેલુ છે. ચૂંટણી આયોગનું માનીએ તો કોઈ પણ સંજોગોમાં યૂપી વિધાનસભા ચૂંટણી મે પહેલા થઈ જશે. અને તેની સાથે મતદાન ગણતરીનો કાર્યક્રમ પણ એવી રીતે બનાવવામાં આવશે કે બાળકોની પરીક્ષા પર તેની ખરાબ અસર ન પડે. તમને જણાવી દઈએ કે, ગયા વખતે એટલે કે વર્ષ 2012માં યૂપીમાં વિધાવસભા ચૂંટણી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાઈ હતી. તો બીજી બાજુ સીએમ અખિલેશ યાદવે પણ કહ્યુ હતું કે વિધાનસભા ચૂંટણી બહુ ટૂંક સમયમાં થઈ શકે છે.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગેજેટ
દેશ
દેશ





















