Uttarkashi Tunnel Rescue: ઉત્તરકાશી સુરંગમાંથી બહાર આવેલા મજૂરોના પરિવારજનોએ ફોડ્યા ફટાકડા, મીઠાઇઓ વહેંચી
Uttarkashi Tunnel: ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
Uttarkashi Tunnel: ઉત્તરાખંડની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જેના કારણે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. આખો દેશ આ કામદારો સુરક્ષિત રીતે બહાર આવે તેની રાહ જોઈ રહ્યો હતો. આવી સ્થિતિમાં કામદારો બહાર આવ્યા બાદ ઘટનાસ્થળે હાજર અનેક લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરિવારના સભ્યોની ખુશીની કોઈ સીમા નથી.
#WATCH | Kokrajhar, Assam: Family members of Ram Prsad Narzary, one of the workers who was rescued from the Uttarkashi tunnel, celebrated. (28.11) pic.twitter.com/30H8uS6cJg
— ANI (@ANI) November 28, 2023
દેશના આઠ રાજ્યોમાં રહેતા આ 41 કામદારો માટે ઉજવણીનો માહોલ છે. એક મજૂરના સંબંધીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે તે છેલ્લા બે અઠવાડિયાથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. આજે તેની ખુશીની કોઈ સીમા નથી. સૌથી વધુ ઉજવણીનો માહોલ ઝારખંડમાં છે, કારણ કે ઝારખંડના 15 લોકો ટનલની અંદર ફસાયા હતા. આ સાથે યુપીના 8, ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2 અને ઓડિશાના 5 મજૂરો ફસાયેલા છે.
#WATCH | Lakhimpur Kheri, Uttar Pradesh: Celebrations begin at the residence of Manjit, a worker who was trapped in the Silkyara Tunnel in Uttarkashi.
— ANI (@ANI) November 28, 2023
All the 41 trapped workers have been successfully evacuated. pic.twitter.com/j1NUkoIUy2
મીઠાઇ વહેંચી
નોંધનીય છે કે દિવાળીના દિવસે નિર્માણાધીન ટનલ અચાનક ભૂસ્ખલન બાદ ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં 41 મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માત બાદ આ મજૂરોને સુરંગમાંથી બહાર કાઢવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ તેમના પરિવારના સભ્યોમાં નિરાશા અને નારાજગી વધી રહી હતી. પરંતુ હવે આ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા બાદ પરિવારના સભ્યોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ઝારખંડના રહેવાસી અનિલ બેદિયાના પરિવારજનોએ તેમના બહાર આવવા પર મીઠાઈ વહેંચી છે.
#WATCH | Mandi, Himachal Pradesh: Family members of Vishal, one of the workers who was rescued from the Uttarkashi tunnel, celebrate pic.twitter.com/FOaGK1yhLB
— ANI (@ANI) November 28, 2023
મનજીતના ગામમાં ઉત્સવનું વાતાવરણ
ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીનો રહેવાસી મનજીત પણ સુરંગમાં ફસાઈ ગયો હતો, જે હવે સુરંગમાંથી સુરક્ષિત બહાર આવી ગયો છે. સુરંગમાંથી બહાર આવવાના સમાચાર તેના ગામમાં પહોંચતા જ ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો. સંબંધીઓ ઉજવણી કરી રહ્યા છે.
ANI સાથે વાત કરતી વખતે અન્ય એક મજૂરના સંબંધીએ કહ્યું કે અમારા માટે આનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે કે અમે જેમની માટે અઠવાડિયાથી રાહ જોઈ રહ્યા હતા તેઓ સુરક્ષિત બહાર આવી ગયા છે. આ પહેલા સેંકડો લોકો સુરંગની અંદર ફસાયેલા તેમના પરિવારના સભ્યોની સુરક્ષા માટે પ્રાર્થના કરવા માટે એકઠા થયા હતા.