શુક્રવારે આ ઉપાય કરીને કરો મા લક્ષ્મીને પ્રસન્ન, મળશે ધન, વૈભવ સુખ, સમૃદ્ધિનું વરદાન
હિન્દુ ધર્મમાં શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા અર્ચનનું વિધાન છે. માતા લક્ષ્મીની પૂજા અર્ચનને શુક્રવારે કરવાનો વિશેષ મહિમા છે. મા લક્ષ્મી સુખ, વૈભવ, યશની દાત્રી છે. મા લક્ષ્મીની પ્રસન્ન કરવા માટે શુક્રવારે કયાં ઉપાય કરી શકાય જાણીએ..
ધર્મ:હિન્દુ ધર્મમાં શુક્રવારે મહાલક્ષ્મીની પૂજા અર્ચનનું વિધાન છે. માતા લક્ષ્મીની પૂજા અર્ચનને શુક્રવારે કરવાનો વિશેષ મહિમા છે. મા લક્ષ્મી સુખ, વૈભવ, યશની દાત્રી છે. મા લક્ષ્મીની પ્રસન્ન કરવા માટે શુક્રવારે કયાં ઉપાય કરી શકાય જાણીએ..
શુક્રવાર મા લક્ષ્મીનો દિવસ છે, શુક્રવારે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાયનો હિન્દુ ધર્મમાં ઉલ્લેખ છે. જેના અનુસરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન વૈભવનું વરદાન આપે છે.
-જો કોઇ કામમાં વિઘ્ન આવતું હોય તો કાળી કીડીને ખાંડનું કિડિયારૂ પુરવું. જ્યારે કોઇ ખાસ કામથી બહાર જતાં હો તો ઘરેથી નીકળતા પહેલા મીઠું દહીં ખાઇને નીકળો.
-જો પતિ પત્ની વચ્ચે કલેહ રહેતો હોય તો શુક્રવારના દિવસે બેડરૂમ લવબર્ડની તસવીર લગાવો.
-શુક્રવારે મંદિરે જઇને મહાલક્ષ્મીને કોડી, મખાના, પતાસા, કમળનું ફુલ અર્પિત કરો. આ તમામ વસ્તુ મહાલક્ષ્મીને પ્રિય છે.
- શુક્રવારે દૂધમાં મિસરી અને દહીં ઉમેરીને પીપળાના વૃક્ષના થડમાં અર્પિત કરનાથી ઘરમાં સદૈવ સુખ, સમૃદ્ધિ વૈભવનો વાસ થાય છે.
- ઘરમાં સતત ધનની હાનિ થતી હોય તો. આર્થિક તંગી રહેતી હોય તો ઘરના મુખ્ય દ્રાર પર શુક્રવારે ગુલાલની રંગોળી બનાવીને તેના પર ઘીનો દીપક પ્રગટાવવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.
- મા ગજલક્ષ્મીની ઉપાસનાથી સંપત્તિ અને સંતાનાની પ્રાપ્તિ માટે કરી શકાય છે.
- લક્ષ્મીની કૃપા માટે સદૈવ અન્નનું સન્માન કરવું જોઇએ. અન્નદેવતાનું અનાદાર ન કરવું જોઇએ.
- મહાલક્ષ્મીની કૃપા માટે શુક્રવારે દૂધમાં મિસરી મિક્સ કરીને મહાલક્ષ્મી ભોગ લગાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે.