Independence Day 2021 : સ્વાતંત્ર્ય દિવસ પર દર વર્ષે બદલાયો પીએમ મોદીનો સાફો, 2014 થી 2021 સુધી આવો રહ્યો અંદાજ
પીએમ મોદીએ આ વખતે કેસરી રંગનો સાફો પહેરેલો હતો, અને પાછળનો ભાગ તેમના સાફાના પટ્ટાની બોર્ડર સાથે મેચ કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારત આજે પોતાનો 75મો સ્વાતંત્ર્ય દિવસ મનાવી રહ્યું છે. સ્વાતંત્ર્ય દિવસ પર દરેક દેશવાસીઓની નજર લાલ કિલ્લા પર થયેલા પીએમ મોદીના કાર્યક્રમ પર છે. લાલા કિલ્લા પરના ભાષણ દરમિયાન પીએમ મોદી એક ખાસ પ્રકારની પાઘડી પહેરેલી દેખાયા. વર્ષ 2014 થી લઇને 2021 સુધી વડાપ્રધાન પાઘડી કે સાફાની ચર્ચા થતી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશાની જેમ આ વખતે પણ અલગ અંદાજમાં દેખાયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વાતંત્ર્ય દિવસ પર આજે 8મી વાર અલગ સાફામાં દેખાયા. પીએમ મોદીએ આ વખતે કેસરી રંગનો સાફો પહેરેલો હતો, અને પાછળનો ભાગ તેમના સાફાના પટ્ટાની બોર્ડર સાથે મેચ કરી રહ્યો છે. ગયા વર્ષે 2020માં સ્વાતંત્ર્ય દિવસ પર તેમને ક્રિમ કલરની સ્ટ્રિપનો ભગવા રંગનો સાફો પહેરેલો હતો અને તેમનો પાછળના પટ્ટાના ભાગ સાથે મેચ થઇ રહ્યો હતો.
વર્ષ 2019- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં સ્વાતંત્ર્ય દિવસ પર પીળા, લાલ અને લીલા રંગની બનેલી લહેરિયા પેટર્ન વાળી પાઘડી પહેરી હતી.
વર્ષ 2018- વર્ષ 2018ના સ્વાતંત્ર્ય દિવસ પર વડાપ્રધાને ઘાટો કેસરિયો અને લાલ રંગની પાઘડી પહેરી હતી.
વર્ષ 2017- વર્ષ 2017ના સ્વાતંત્ર્ય દિવસ પર વડાપ્રધાને ચટાકેદાર લાલ અને પીળા રંગની પાઘડી પહેરી હતી. આ પાઘડીમાં પાછળની બાજુએ લાંબુ કપડુ બહાર કાઢેલુ હતુ.
વર્ષ 2016- વડાપ્રધાને લાલ-ગુલાબી અને પીળા રંગનો રાજસ્થાની સાફો બાંધેલો હતો. આના જ તે સાદા કુર્તા અને ચૂડીદાર પાયજામામાં દેખાયા હતા.
વર્ષ 2015- વર્ષ 2015માં વડાપ્રધાન મોદીએ નારંગી કલરની બાંધણીનો સાફો બાંધ્યો હતો, જેના પર લાલ અને લીલા રંગની પટ્ટીઓ દેખાતી હતી.
વર્ષ 2014- વડાપ્રધાન મોદીએ વર્ષ 2014ના સ્વાતંત્ર્ય દિવસ પર ભગવા અને લીલા રંગનો જોધપુરી સાફો બાંધેલો હતો.