Veto Power: UNSCમાં ક્યા દેશે વીટો પાવરનો સૌથી વધારે વાર કર્યો છે ઉપયોગ ? 1971મા બાંગ્લાદેશ મુદ્દે ક્યા દેશે વીટો વાપરી ભારતને બચાવેલું ?
વીટો પાવરનો સૌ પ્રથમ ઉપયોગ 1946માં 16 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. 1992 બાદ રશિયાએ સૌથી વધારે વખત વીટોનો ઉપયોગ કર્યો છે.
Veto Power: યુક્રેન પર હુમલાના કારણે રશિયા સામે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો. જેને રોકવા માટે રશિયાએ વીટો પાવરનો ઉપયોગ કર્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં લાવવામાં આવેલા પ્રસ્તાવમાં મોસ્કોએ યુક્રેન પર હુમલો રોકવા અને તમામ સૈનિકોને પરત બોલાવવાની માંગ કરી હતી. પ્રસ્તાવના પક્ષમાં 11 અને વિરુદ્ધમાં એક મત પડ્યો હતો. જ્યારે ભારત, ચીન અને યુએઈ વોટથી અળગા રહ્યા હતા.
શું છે વીટો પાવર
વીટો પાવરનો મતલબ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યોમાંથી કોઈ પ્રસ્તાવ વિરુદ્ધ વોટ આપે તો પ્રસ્તાવને મંજૂરી મળતી નથી. અમેરિકા, યુકે, ચીન, ફ્રાંસ, સોવિયત યુનિયન પાંચ દેશો યુએનએસસીના કાયમી સભ્ય દેશ છે. આ પાંચ દેશો પાસે વીટો પાવર છે.
વીટો પાવરનો સૌ પ્રથમ ઉપયોગ 1946માં 16 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યો હતો. 1992 બાદ રશિયાએ સૌથી વધારે વખત વીટોનો ઉપયોગ કર્યો છે. જે બાદ અમેરિકા અને ચીનનો નંબર આવે છે. ફેબ્રુઆરી 2022 સુધી રશિયાએ 118 વખત વીટોનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ 82 વખત, યુકેએ 29 વખત, ફ્રાંસે 17 વખત અને ચીને 17 વખત વીટોનો ઉપયોગ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા ભારતના સમર્થનમાં અનેક વખત વીટોનો ઉપયોગ કરી ચુક્યું છે. રશિયાએ પહેલી વખત 1957માં કાશ્મીર મુદ્દે ભારત માટે વીટોનો ઉપયોગ કર્યો હતો. જે બાદ 1961માં રશિયાએ ભારતના પક્ષમાં વીટો કર્યો અને તેના કારણે ગોવા આઝાદ થયું. 1971માં બાંગ્લાદેશ યુદ્ધ વખતે પણ રશિયાએ ભારતના પક્ષમાં વીટો કર્યો હતો.
રશિયાએ 4 વખત ભારતને સમર્થન આપ્યું
રશિયાએ પણ તેના શ્રેષ્ઠ મિત્ર દેશ ભારત માટે ઘણી વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. રશિયાએ આવું 1-2 વખત નહીં પરંતુ 4 વખત કર્યું છે.
- સોવિયેત સંઘે શીત યુદ્ધના સમયગાળા દરમિયાન યુએનએસસીમાં કાશ્મીર પરના અનેક ઠરાવોને વીટો કર્યો હતો અને જે અનિવાર્યપણે દ્વિપક્ષીય મુદ્દો હતો તેના આંતરરાષ્ટ્રીયકરણને અવરોધિત કર્યું હતું.
- 1957, 1962 અને 1971 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોમાં, કાશ્મીરમાં યુએનના હસ્તક્ષેપની માંગ કરતા ઠરાવોને વીટો આપનાર રશિયા એકમાત્ર દેશ હતો.
- ડિસેમ્બર 1961માં રશિયા ભારતની પડખે ઊભું હતું કારણ કે તેણે ગોવાને આઝાદ કરાવ્યું હતું અને નાટોના સભ્ય પોર્ટુગલને હરાવ્યું હતું.
- ઓગસ્ટ 2019 માં, રશિયા કાશ્મીર પરના ભારતના પગલાને (કલમ 370 નાબૂદ કરવા અને રાજ્યનું વિભાજન) સંપૂર્ણ રીતે આંતરિક મામલો જાહેર કરનાર પ્રથમ P-5 દેશ બન્યો અને 1972ના સિમલા કરાર અને લાહોર ઘોષણા હેઠળ ઉકેલની માંગ કરી.