(Source: ECI/ABP News/ABP Majha)
Video: 52 દિવસ જેલમાં રહ્યા બાદ આજે બહાર આવ્યા ચંદ્રાબાબુ નાયડુ, ધરપકડ બાદ પહેલી ઝલક
ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશ કૌશલ્ય વિકાસ નિગમમાં કથિત કૌભાંડમાં ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, જે બાદ તેઓ આજે જેલમાંથી બહાર આવ્યા હતા.
Chandrababu Naidu Video: આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ આજે જેલની બહાર આવ્યા છે, ચંદ્રાબાબુ નાયડુ પોતાની ધરપકડના લગભગ બે મહિના બાદ એટલે કે 52 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ચંદ્રાબાબુ નાયડુ રાજમુન્દ્રી જેલમાંથી બહાર આવતાની સાથે જ આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ અને ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન તેમના સમર્થકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ખરેખરમાં, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે મંગળવારે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા એન. ચંદ્રબાબુ નાયડુને આંધ્રપ્રદેશ કૌશલ્ય વિકાસ નિગમમાં કથિત કૌભાંડમાં ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા, જે બાદ તેઓ આજે જેલમાંથી બહાર આવ્યા હતા.
જેલમાંથી બહાર આવતાની સાથે જ ચંદ્રાબાબુ નાયડુએ તેમના સમર્થકોને કહ્યું કે 'જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તમે બધા રસ્તા પર આવ્યા અને મારા માટે પ્રાર્થના કરી. માત્ર આંધ્રપ્રદેશમાં જ નહીં પરંતુ તેલંગાણા અને દુનિયાભરમાં મને આપવામાં આવેલ સ્નેહ હું ક્યારેય નહીં ભૂલી શકું.
ઉલ્લેખનીય છે કે, ચંદ્રબાબુ નાયડુની 9 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ કોર્ટમાં ચંદ્રબાબુ નાયડુ માટે હાજર રહેલા વકીલોએ કોર્ટને જણાવ્યું કે તેમના માટે મોતિયાનું ઓપરેશન કરાવવું જરૂરી છે. સ્વાસ્થ્યના કારણોસર પૂર્વ મુખ્યમંત્રીને જામીન આપતા કોર્ટે તેમને 28 નવેમ્બર અથવા તે પહેલા રાજમહેન્દ્રવરમ સ્થિત સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
When I was in trouble, you all came on the roads and prayed for me. I will never forget the affection shown to me, not only in Andhra Pradesh but also in Telangana and across the world: Former Andhra Pradesh CM and TDP Chief N Chandrababu Naidu https://t.co/CzdP9wSpCh pic.twitter.com/kQIS1qMOmM
— ANI (@ANI) October 31, 2023
કોર્ટે આદેશમાં જણાવ્યું હતું કે, 'માનવતાવાદી અભિગમને ધ્યાનમાં રાખીને અને અરજદારની સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ અદાલત અરજદારને સ્વાસ્થ્યના આધારે વચગાળાના જામીન આપે છે, જેથી તે તેની જમણી આંખની જરૂરી સર્જરી કરાવી શકે.' કેટલીક શરતો તેણે ચંદ્રાબાબુ નાયડુને નિર્દેશ આપ્યો કે તેણે 1,00,000 રૂપિયાની જામીન રકમ અને તે જ રકમની બે જામીન નીચલી કોર્ટમાં જમા કરાવવી પડશે.
#WATCH | Supporters of former Andhra Pradesh CM and TDP Chief N Chandrababu Naidu surround him as he walks out of Rajahmundry jail.
— ANI (@ANI) October 31, 2023
Andhra Pradesh High Court granted him interim bail in the Skill Development Scam Case today. pic.twitter.com/2OrfspsPrK
-