વિજયા દશમીના અવસરે શસ્ત્ર પૂજા દરમિયાન મોહન ભાગવતે શું આપ્યું નિવેદન, ઓટીટી પ્લેટફોર્મ મુદ્દે સરકારને શું આપી સલાહ
વિજયા દશમીના અવસરે શસ્ત્ર પૂજા દરમિયાન મોહન ભાગવતે એક મહત્વનું નિવેદન કર્યું છે. તેમને કહ્યું કે, OTT પર નિયંત્રણ જરૂરી છે. વધુમાં કહ્યું કે, અનિયંત્રિત જનસંખ્યા પણ એક સમસ્યા બની શકે છે.
વિજયા દશમીના અવસરે શસ્ત્ર પૂજા દરમિયાન મોહન ભાગવતે એક મહત્વનું નિવેદન કર્યું છે. તેમને કહ્યું કે, OTT પર નિયંત્રણ જરૂરી છે. વધુમાં કહ્યું કે, અનિયત્રિત જનસંખ્યા પણ એક સમસ્યા બની શકે છે.
વિજયા દશમી ઉત્સવ નિમિતે સંઘ મુખ્યાલયથી RSS વડા મોહન ભાગવત દેશને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું કે, અંદરોઅંદરના ભેદભાવ જ આપણને કમજોર કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આજે દેશમાં વિવિધતાથી એક ખીણ થઇ ગઇ છે. જેના કારણે લોકોથી લોકો વચ્ચેનું અંતર વધ્યું છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 96 મા સ્થાપના દિવસ અને શુક્રવારે વિજયાદશમી નિમિત્તે આરએસએસના વડા મોહન ભાગવતે સ્વયંસેવકોને સંબોધ્યા હતા. શસ્ત્ર પૂજા બાદ તેમણે કહ્યું કે આ આપણી આઝાદીને 75મો વર્ષ છે. 15 ઓગસ્ટ 1947 ના રોજ આપણે સ્વતંત્ર થયા. આ આઝાદી રાતોરાત નથી મળી. સ્વતંત્ર ભારતનું ચિત્ર શું હોવું જોઈએ, દેશના તમામ પ્રદેશોમાંથી તમામ જાતિ વર્ગમાંથી બહાર આવીને વીરોએ તપ, ત્યાગ અને બલિદાનનો હિમાલય ઉભું કરી દીધું છે. હવે દરેક વ્યક્તિએ આત્મીયતા અને સમાનતા પર આધારિત સમાજની રચના માટે પ્રયત્નો કરવા પડશે.મોહન ભાગવતે કહ્યું કે, આઝાદી બાદ વિભાજનનું દર્દ મળ્યું, વિભાજનનું દર્દ હજુ સુધી નથી ગયું. એટલા કારણે જ આવનાર પેઢીએ તમામ ઇતિહાસ જાણવો જરૂરી છે.
ડ્રગ્સથી દેશને મુક્ત કરવાનો પ્રયાસ જરૂરી
સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, નશીલા પદાર્થનું સેવન વધી રહ્યું છે. જે નિમ્ન સ્તરનું વ્યસન છે. તેથી ડ્રગ્સથી દેશને મુક્ત કરવા માટે જરૂરી પગલા લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે તેના કરાણે દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
OTT મુદ્દે સરકારને શું આપી સલાહ
કોરોનાની મહામારી બાદ ઓનલાઇન શિક્ષણ વધ્યું છે.જેના કારણે હવે બાળકોના હાથમાં મોબાઇલ છે. ઓટીટી પ્લેટફોર્મ પર પણ હવે નિયંત્રણ નથી રહ્યું. સરકારે ઓટીટી માટે સામગ્રી નિયામક માટે એક ફોર્મટ તૈયાર કરવું જોઇએ.
રાજ્યો વચ્ચે પણ તાલમેળ જરૂરી
દેશમાં અરાજકતાનો માહોલ બની ગયો છે. રાજ્યો પરસ્પર લડી રહ્યાં છે. આ સ્થિતિમાં દરેક રાજ્યો વચ્ચે સુમેળ જરૂરી છે.