શોધખોળ કરો
Advertisement
મધ્ય પ્રદેશના એક ગામના યુવકોએ શહીદ જવાનની પત્ની માટે એવું તે શું કર્યું કે ચારેબાજુ થઈ રહ્યા ભરપૂર વખાણ? જાણો કારણ
ઈન્દોર જિલ્લાના બેટમા ગામમાં યુવાનોએ ઝૂંપડી જેવા ઘરમાં રહેતા શહીદના પરિવારને ભેટમાં નવું ઘર આપ્યું છે. ગામના મોહનસિંહ 1992માં શહીદ થયા હતાં.
મધ્ય પ્રદેશના એક ગામમાં યુવાઓએ એક શહીદની પત્નીને મોટી ભેટ આપી છે. ઈન્દોર જિલ્લાના બેટમા ગામમાં યુવાનોએ ઝૂંપડી જેવા ઘરમાં રહેતા શહીદના પરિવારને ભેટમાં નવું ઘર આપ્યું છે. નોંધનિય છે કે, ગામના મોહનસિંહ 1992માં શહીદ થયા હતાં. ત્રિપુરામાં ઉગ્રવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા એમ્બુશમાં તેઓ શહીદ થયા હતા. તેઓ બીએસએફમાં ફરજ બજાવતા હતા. તેમના મૃત્યુના અનેક વર્ષો પસાર થયા બાદ પણ સરકાર તરફથી પરિવારની કોઈ મદદ મળી નહતી.
પરંતુ જ્યારે લાંબા સમય સુધી સરકારે કોઈ ધ્યાન ન આપ્યું તો ગામના યુવાઓએ જ શહીદના પરિવારને પાકું મકાન ભેટ કરવાનું પ્રાણ લીધું હતું. યુવાઓએ દાનના માધ્યમથી 11 લાખ રૂપિયા એકત્ર કર્યાં હતાં. તેના માટે યુવાઓએ અભિયાન પણ ચલાવ્યું હતું. અભિયાન સાથે જોડાયેલા વિશાલ રાઠી મુજબ મકાન નિર્માણમાં લગભગ 10 લાખનો ખર્ચ થયો હતો. જ્યારે બાકીના એક લાખ રૂપિયા યુવાઓએ મોહનસિંહની પત્નીને આપી દીધા હતાં.
યુવાઓએ મોહનસિંહની પત્નીનું તેમના નવા ઘરમાં સ્વાગત હથેળીઓ જમીન પર મૂકીને કરી હતી. યુવાઓએ રક્ષાબંધન પર ભાઈઓની બહેન માટે ભેટ પણ ગણાવી છે. હાલ આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
યુવાઓની આ ઈચ્છા શક્તિના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ વખાણ કરતાં ટ્વિટ કર્યું હતું કે, ગામના યુવાઓએ જનસેવાની દાખલો રજૂ કરી રક્ષાબંધનના તહેવારને સાર્થક બનાવ્યો છે. યુવાઓના આ ઉત્સાહને સલામ, તેમનું આ કાર્ય તમામ માટે પ્રેરક છે.
યુવાઓના આ પ્રયાસના વખાણ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ કર્યાં છે. તેઓએ ટ્વિટ કરીને લખ્યું કે, ઈન્દોરના બેટમા ગામના યુવાઓએ શહીદના પરિવારની મદદ કરી દેશભક્તિની મિસાલ કાયમ કરી છે.@narendramodi @nsitharaman @INCIndia @BJP4India 27 साल देपालपुर के शहीद परिवार की आपने सुध नहीं ली, गांववालों ने पक्का मकान बनाकर शहीद की पत्नी को भेंट किया, नमन! @ndtvindia @shailendranrb @PoliceWaliPblic @ajaiksaran @nishatshamsi @avinashonly @shailgwalior pic.twitter.com/2adhJDyPet
— Anurag Dwary (@Anurag_Dwary) August 16, 2019
તમારા જેવા યુવા જ ભારતની અસલી ઓળખ છે. આપ સૌએ સાચા અર્થમાં પુરવાર કર્યું છે કે, દેશની રક્ષા કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારાના પરિવાર તેમના ગયા બાદ દેશનો પરિવાર બની જાય છે.27 वर्ष पूर्व शहीद हुए इंदौर जिले के बेटमा के पीर पीपल्या गाँव के बीएसएफ़ के जवान शहीद मोहन सिंह सुनेर के परिवार के लिये, जो अभाव में जीवन जी रहा था ,
— Office Of Kamal Nath (@OfficeOfKNath) August 15, 2019
1/2
यह है मिशन के असली नायक- गाँव गाँव घूम कर 11 लाख रुपये की राशि इकट्ठी की गई....हमारी आपकी सरकार से शहीदों को लेकर कुछ मांगे है...कृपया मिलने का समय दीजिए यदि आप सच मे शहीदों की समस्या सुनना चाहते हो तो--@mohannarayan44
— Rahul Suraj Patel -®🖋आजाद (@Rahul_Patel_009) August 15, 2019
प्रवक्ता-शहीद समरसता मिशन
राहुल सुरज पटेल -9926769999 pic.twitter.com/NmmLtUe2p4
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion