શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના દર્દીઓની માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરનારને થશે 3 મહિનાની કેદ ? મોદી સરકારે શું કહ્યું ?
મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવા માટે પોલિસ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર એવા લોકોને જેલમાં ધકેલી દેશે જે કોરોના સંક્રમિત દર્દીઓની યાદી વાયરલ કરશે. વાયરલ મેસેજ અનુસાર કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે. મેસેજમાં લખ્યું છે કે, કેન્દ્ર સરાકરે નવી ગાઈડલાઈન બહાર પાડી છે જે અનુસાર કોરના દર્દીની યાદી વાયરલ કરવા પર 3 મહિનાની જેલ થશે.
મેસેજમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખવા માટે પોલિસ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ મેસેજની તપાસ કરતાં જાણવા મળ્યું કે, આ મેસેજ નકલી છે અને લોકોમાં માત્ર ભ્રમ ફેલાવવા માટે ફોરવર્ડ કરવામાં આવે છે. પીઆઈબી તરફથી પણ આ વાતની પુષ્ટી કરવામાં આવી છે. પીઆઈબીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, આ દાવો નકલી છે, કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સાથે જોડાયેલ આવી કોઈ ગાઈડલાઈન્સ બહાર પાડી નથી.दावा: एक व्हाट्सएप मैसेज में दावा किया जा रहा है कि केंद्र सरकार ने नई गाइडलाइन जारी की है, जिसके अनुसार कोरोना संक्रमित रोगियों की सूची वायरल करने पर 3 माह की कैद होगी.#PIBfactcheck: यह दावा फर्जी है, केंद्र सरकार ने कोरोना वायरस से जुड़ी ऐसी कोई गाइडलाइंस जारी नहीं की है. pic.twitter.com/yoW25pH6cK
— PIB Fact Check (@PIBFactCheck) August 26, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement