Virao : દિલ્હી મેટ્રોમાં કપલની ગંદી હરકત, Video વાયરલ થતા ભડક્યા લોકો
થોડા જ સમય બાદ તેમના વીડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. જેની લોકો ભારે ટીકા કરી રહ્યાં છે.
Delhi Metro Kissing Viral News: છેલ્લા ઘણા સમયથી દિલ્હી મેટ્રોને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં ક્યારેક લોકો ડાન્સ કરતા જોવા મળે છે તો ક્યારેક કોઈ ચિત્રવિચિત્ર હરકતો કરતા જોવા મળે છે. પરંતુ તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
હકીકતે દિલ્હી મેટ્રોના કોચમાં એક કપલ ફ્લોર પર બેસીને બિંદાસ્ત રીતે કિસ કરતા જોવા મળ્યું હતું. થોડા જ સમય બાદ તેમના વીડિયો અને ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. જેની લોકો ભારે ટીકા કરી રહ્યાં છે.
દિલ્હી મેટ્રોની શરૂઆત જનતાની સુવિધા માટે કરવામાં આવી હતી, પરંતુ હવે તેમાં કેટલાક લોકો પોતાની વિચિત્ર હરકતોથી સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનો શિકાર બની રહ્યા છે. તાજેતરમાં જ સામે આવેલા આ કિસ્સાને જોઈને સમજી શકાય છે. અહીં એક યુવા કપલ દિલ્હી મેટ્રોના કોચમાં ફ્લોર પર બેસીને મુસાફરી કરતા જોવા મળ્યું હતું. આ દરમિયાન છોકરી છોકરાના ખોળામાં સુતેલી જોવા મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોથી ખચોખચ ભરેલા આ મેટ્રો કોચની અંદર ફ્લોર પર બેઠેલા કપલે કોઈ પણ સંકોચ અને ખચકાટ વગર જ એકબીજાને ચુંબન કરવાનું શરૂ કરી દીધું હતું.
ત્યાં હાજર કેટલાક મુસાફરોએ કપલની આ હરકતને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જે હવે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપીને કપલના આ કૃત્ય પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક યુઝર્સ બરાબરના રોષે ભરાયા છે અને તેમનો બરાબરનો ઉધડો લઈ રહ્યાં છે. જ્યારે કેટલાક લોકો એવા છે કે, જેઓ ટ્વિટ દ્વારા 'દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન' (DMRC)ને આવા મામલાઓને રોકવા માટે કડક પગલાં લેવા વિનંતી કરી રહ્યા છે.
दिल्ली मेट्रो का एक और शर्मसार कर देने वाला वीडियो वायरल हो रहा है.
— Shubham Rai (@shubhamrai80) May 10, 2023
कपल ट्रेन के फर्श पर बैठकर लिपलॉक करते नजर आ रहे है...
इसके पहले भी Delhi Metro में ऐसी कई घटनाएं सामने आई हैं.@DCP_DelhiMetro@DelhiPolice@OfficialDMRC #Delhimetro pic.twitter.com/pP4mBZpWvd
ભારતમાં પહેલીવાર નદીની નીચે દોડી મેટ્રો, 45 સેકન્ડમાં આટલી મુસાફરી કરી
દેશની સૌથી જૂની મેટ્રો સેવા કોલકાતા મેટ્રોએ ઈતિહાસ રચ્યો છે. ભારતમાં પહેલીવાર નદીની નીચે મેટ્રો દોડી છે. હાવડાથી કોલકાતાના એસ્પ્લેનેડ સુધી ટ્રેલ રન કરવામાં આવ્યો હતો કારણ કે મેટ્રોએ હુગલી નદીની નીચે તેની મુસાફરી કરી હતી. કોલકાતા મેટ્રોના જનરલ મેનેજર પી ઉદય કુમાર રેડ્ડીએ આ દોડને કોલકાતા શહેર માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.
ઉદય કુમાર રેડ્ડીએ કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ટ્રેન હુગલી નદીની નીચે ગઈ હોય. તે 33 મીટરની ઊંડાઈએ સૌથી ઊંડું સ્ટેશન પણ છે. ભારતમાં આવું પહેલીવાર બન્યું છે. કોલકાતા શહેર માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. તેમણે કહ્યું કે હાવડા મેદાનથી એસ્પ્લેનેડ સુધી ટ્રાયલ રન આગામી 7 મહિના સુધી ચાલુ રહેશે. આ પછી તેને લોકો માટે નિયમિત રીતે શરૂ કરવામાં આવશે.