શોધખોળ કરો
Advertisement
અમદાવાદથી SOU જવા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન, વિસ્ટાડોમ કોચથી સ્જજ જનશતાબ્દિની સુવિધા જોઇ દંગ રહી જશો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએએ રવિવારે કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ કર્યું. . આ સાથે કેવડિયા સુધી જતી 8 ટ્રેનોનો પણ શુભારંભ કરાવ્યો. ત્યારે હવે અમદાવાદીઓને કેવડિયા જવા માટે સી પ્લેનની સાથે સાથે નવી ભેટ પણ મળી ચૂકી છે. આ જનશતાબ્દિની ખાસિયત એ છે કે, ટ્રેનમાં કાચના કોચ છે. જેથી પ્રવાસી કુદરતનો નજારો માણવાની સાથે પ્રવાસ કરી શકશે. તો વિસ્ટાડોમ કોચથી સજ્જ આ જનશતાબ્દિમાં અન્ય શું છે સુવિધા? જાણીએ...
આજે કેવડિયા ખાતે દેશનું પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે 8 જનશતાબ્દિનું પણ લોકાર્પણ કરાયુ,. આજે 8 રેલવે સ્ટેશનથી ટ્રેનોને કેવડિયા આવવા રવાના કરવામાં આવી હતી. આ 8 જનશતાબ્દિ અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે. આ ટ્રેનમાં વાઇફાઇ સહિતની તમામ સુવિધા છે. વિસ્ટાડોમ કોચ શું છે અને આ જનશતાબ્દિની શું વિશેષતા છે. આવો જાણીએ.....
શું છે જનશતાબ્દિની વિશેષતા
- આ ટ્રેનમાં આધુનિક વિસ્ટા ડોમ ટૂરિસ્ટ કોચ બનાવાયા છે
- વિસ્ટાડોમ કોચની છત અન સાઇડ ગ્લાસથી સજ્જ હોય છે
- એક વિસ્ટાડોમ કોચમાં 44 આરામદાયક સીટ છે
- આ સીટો 180 ડિગ્રી સુધી ફરી શકે છે, જેથી પર્યટક ચારેબાજુનો નજારો નિહાળી શકે
- વિસ્ટા ડોમ કોચના પ્રવાસીઓ માટે વાઇફાઇની સુવિધા પણ છે
- કોચમાં લગેજ રાખવા માટે સ્ટીલના પાર્ટીશનની સુવિધા
- કોચમાં સ્મોક ડિટેક્શન સાથે સાઉન્ડ સિસ્ટમ પણ આપેલ છે
- કોચમાં મીની ફિઝ, માઇક્રોવેવ, હોટકેસ અપાયા છે
- કોચમાં મીની પેન્ટ્રીની સુવિધા પણ અપાઇ છે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion