Voter ID Card-Aadhar Linking: હવે મતદાર યાદીને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાશે, સરકારે જાહેર કર્યું નોટિફિકેશન
પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું પહેલેથી ફરજિયાત છે.હવે ચૂંટણી કાર્ડ સાથે પણ આધાર લિંક કરવું જરૂરી બની ગયું છે
Voter ID Card-Aadhar Linking: પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું પહેલેથી ફરજિયાત છે.હવે ચૂંટણી કાર્ડ સાથે પણ આધાર કાર્ડને લિંક કરવું જરૂરી બની ગયું છે. એવું માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણયથી વ્યક્તિ પાસે માત્ર એક જ વોટર આઈડી કાર્ડ હશે અને જેમણે એક કરતા વધુ વોટર આઈડી કાર્ડ રાખ્યા છે તેમની ઓળખ કરવાથી નકલી કાર્ડને ખતમ કરવામાં મદદ મળશે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
Empowering every voter!
— Kiren Rijiju (@KirenRijiju) June 17, 2022
Hon’ble PM Sh @narendramodi ji’s govt.’s historic step to reform the electoral process.
In consultation with the Election Commission of India, Govt. has issued four notifications under The Election Laws (Amendment) Act, 2021.#8YearsOfSeva pic.twitter.com/BIqkc5qQXX
એકથી વધુ ચૂંટણી કાર્ડ પર પ્રતિબંધ મૂકવામાં આવશે
કાયદા મંત્રીએ એક ચાર્ટ શેર કર્યો જેમાં લખ્યું છે કે મતદાર યાદીના ડેટાને આધાર ઇકોસિસ્ટમ સાથે લિંક કર્યા પછી એક જ વ્યક્તિ દ્વારા અલગ-અલગ જગ્યાએ વોટર આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. આ પ્રકારના ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરતા રોકવામાં મદદ મળશે. કાયદા મંત્રીએ કહ્યું કે મોદી સરકાર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ એક ઐતિહાસિક પગલું છે.
30 જૂન પછી ડબલ પેનલ્ટી
1 એપ્રિલ, 2022 થી PAN ને આધાર સાથે લિંક કરવા માટે દંડ ચૂકવવો પડશે. 30 જૂનથી તમારે ડબલ પેનલ્ટી ભરવી પડશે. વાસ્તવમાં 1લી એપ્રિલ 2022 થી આધારને પાન નંબર સાથે લિંક કરવા માટે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. પરંતુ જો તમે 30 જૂન 2022 સુધીમાં લિંક નહીં કરો તો તમારે 1 જુલાઈથી 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.