શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હિજબુલ કમાંડર બુરહાન એન્કાઉંટરમાં ઠાર, વિરોધ પ્રદર્શન બાદ રોકવામાં આવી અમરનાથ યાત્રા
નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના અનંતનાગના એન્કાઉંટરમાં હિજબુલ મુજાહિદ્દીનનો ટોપ કમાંડર બુરહાર મુઝફ્ફર વાની સહિત ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. બુરહાનના માથે 10 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. સુરક્ષાદળોનો દાવો છે કે બુરહાન વાનીના નિશાને અમરનાથની યાત્રા હતી.
દક્ષિણ કશ્મીરમાં હિજબુલ મુજાહિદ્દીનને ફરી જીવતો કરનાર બુરહાન 7 વર્ષથી આતંકી ગતિવિધિઓમાં સક્રિય હતો. 14 વર્ષની ઉંમરે તે ઘરેથી ભાગી ગયો હતો. એન્કાઉંટર બાદ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. હિંસક પ્રદર્શનકારીઓએ જમ્મુ-શ્રીનગર હાઈવે પર સેનાના કેંપ પર પત્થરબાજી ઉપરાંત ઘણી ગાડીઓ પણ તોડફોડ કરી છે.
હાઈ વે પર ગાડીઓની અવર-જવર પર રોક મૂકવામાં આવી છે. જમ્મુ-શ્રીનગર હાઈ વે પર હંગામા બાદ અમરનાથ યાત્રા રોકવામાં આવી છે. ભગવતી નગર બસ સ્ટેશન પાસે શ્રદ્ધાળુઓના નવમાં જૂથને રોકવામાં આવ્યું છે.હાલત જોતા કશ્મીરમાં મોબાઈલ ઈંટરનેટ સાથે ટ્રેન સેવા પણ બંધ કરવામાં આવી છે. કશ્મીરમાં આજે થનારી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.
શ્રીનગરના આઠ થાના ક્ષેત્ર સહિત પુલવામાં જિલ્લામાં કરફ્યૂ લગાડવામાં આવ્યો છે. આતંકવાદી બુરહાન વાનીના એન્કાઉંટર બાદ હુરિયતે પણ કશ્મીર ઘાટીમાં બંધનું એલાન કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion