Gauri Gaura Puja: આ રાજ્યના મુખ્યમંત્રીએ હાથ પર મરાવ્યા ચાબુકના ફટકા, જાણો શું છે કારણ, જુઓ વીડિયો
Gauri Garua Puja: વીરેન્દ્ર ઠાકુરે મુખ્યમંત્રીના હાથ પર ચાબુકથી ફટકા માર્યા હતા. છત્તીસગઢની પરંપરા અનુસાર, એવી લોક માન્યતા છે કે ગૌર-ગૌરી પૂજાના અવસર પર કરવામાં આવતી આ પરંપરાથી દુષ્ટતા દૂર થાય છે
Gauri Gaura Puja: છત્તીસગઢમાં દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીના બીજા દિવસે સવારે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દુર્ગ જિલ્લાના પાટણ બ્લોકના જાજનગીરી ગામમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ગૌર-ગૌરીની પૂજા કરી અને રાજ્યના લોકોની સુખ-સમૃદ્ધિની કામના કરી. છત્તીસગઢની પરંપરા મુજબ તેમણે ગૌરા-ગૌરીની નજીક જઈને રાજ્યની જનતાની શુભકામનાઓ માટે પ્રાર્થના કરી હતી. આ દરમિયાન સીએમને ચાબુકથી ફટકા મારવામાં આવ્યા.
મુખ્યમંત્રીને કેમ મારવામાં આવે છે ફટકા
વીરેન્દ્ર ઠાકુરે મુખ્યમંત્રીના હાથ પર ચાબુકથી ફટકા માર્યા હતા. છત્તીસગઢની પરંપરા અનુસાર, એવી લોક માન્યતા છે કે ગૌર-ગૌરી પૂજાના અવસર પર કરવામાં આવતી આ પરંપરાથી દુષ્ટતા દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે. રાજ્યની સમૃદ્ધિ માટે મુખ્યમંત્રી દર વર્ષે આ લોક અનુષ્ઠાનમાં ભાગ લે છે.
લોકોને પાઠવી દિવાળીની શુભકામના
જંજગીરી પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે રોશનીનો તહેવાર આ રીતે તમારા લોકોના જીવનને પ્રકાશિત કરતો રહે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દર વખતે આપની વચ્ચે આવીને મને ખૂબ આનંદ થાય છે અને આપની સાથે દિવાળીનો આનંદ વહેંચીને મારું હૃદય પ્રસન્ન થાય છે.
#WATCH | Chhattisgarh Chief Minister Bhupesh Baghel getting whipped (sota) as part of a ritual on the occasion of 'Gauri-Gaura Puja' in Durg pic.twitter.com/avzApa8Ydq
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 25, 2022
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તમારી સાથે ગૌરા ગૌરીની આરાધનાનો આનંદ વધુ વધી જાય છે. ગૌરા ગૌરી સાથે ભ્રમણ કરે છે, કેટલી સુંદર પરંપરા છે. તહેવારની ખુશીઓ સાથે તમારા જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ આવે, એ જ કામના.
આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ
વર્ષ 2022નું છેલ્લું સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર 25 ઓક્ટોબર, મંગળવારના રોજ બપોરે 2:29 વાગ્યે શરૂ થશે અને સાંજે 6.32 વાગ્યે સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણનો સમયગાળો લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી રહેશે.ભારતમાં આ સૂર્યગ્રહણ સાંજે 4.28 વાગ્યાથી જોવા મળશે. ભારતમાં આ સૂર્યગ્રહણ અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ સમયે જોવા મળશે. સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થાય છે અને ગ્રહણ સાથે સમાપ્ત થાય છે. તેથી, આ સૂર્યગ્રહણનો સૂતક 25 ઓક્ટોબરે લગભગ 4.29 વાગ્યાથી શરૂ થશે.