Weather Update: ઉત્તર ભારતમાં ગરમીના કારણે ખરાબ હાલત, દિલ્હી-યૂપીમાં ક્યારે થશે વરસાદ ? જાણો હવામાન વિભાગની આગાહી
સમગ્ર દેશમાં ગરમીનો સામનો કરવા સાથે મે મહિનો શરૂ થયો છે, પરંતુ ગરમીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી.
Weather Update: સમગ્ર દેશમાં ગરમીનો સામનો કરવા સાથે મે મહિનો શરૂ થયો છે, પરંતુ ગરમીમાં ઘટાડો થવાના કોઈ સંકેત દેખાતા નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ઘણા રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય જો પહાડી રાજ્યોની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ગરમીના કારણે લોકો પરેશાન છે. પહાડી વિસ્તારોમાં હવામાન બદલાયું છે.
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના લોકોને મે મહિનાના પહેલા સપ્તાહમાં ગરમીથી રાહત મળશે. શુક્રવારે દિલ્હીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સિવાય હવામાન વિભાગનું અનુમાન છે કે દિલ્હીમાં 4 થી 7 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને આ સિવાય ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેના કારણે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 20 થી 25 ડિગ્રી સુધી પહોંચશે અને લોકોને ગરમીથી રાહત મળશે.
પહાડોમાં હિમવર્ષા
છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોના ઉચ્ચ વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું છે. ઉનાળામાં રજાઓ માણવા લોકો પહાડો તરફ જઈ રહ્યા છે. આ સિવાય મેદાની વિસ્તારોમાં હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી હવાના કારણે ગરમીથી થોડી રાહત મળી રહી છે.
ઉત્તર પ્રદેશમાં પણ ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે. તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ ભારે ગરમી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપીમાં 5 થી 7 મે વચ્ચે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.
મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આસામ, મણિપુર અને ત્રિપુરા સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં હળવા વરસાદની શક્યતા છે. આ સિવાય સિક્કિમ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં થોડો વરસાદ થવાની સંભાવના છે. મે મહિનાથી શરુઆતમાં જ દેશમાં ખૂબ જ આકરી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.