(Source: ECI/ABP News/ABP Majha)
Weather Update: દિલ્હીથી મધ્યપ્રદેશ સુધી દેશના અનેક રાજ્યોમાં થશે ચોમાસાની એન્ટ્રી, ગરમીથી મળશે રાહત
હવામાન વિભાગે બુધવાર, ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ અને શુક્રવાર, શનિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું એલર્ટ જારી કર્યું છે.
Weather Forecast: હવામાન વિભાગ (IMD)ની આગાહી અનુસાર, ચોમાસું ટૂંક સમયમાં દિલ્હીમાં દસ્તક આપી શકે છે. આ સાથે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વધતી ગરમી અને ભેજથી પરેશાન લોકોને રાહત મળશે. આ અઠવાડિયે એટલે કે ગુરુવારથી શુક્રવાર સુધી ચોમાસું દસ્તક દે તેવી શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી વધતી ગરમી અને ભેજના કારણે દિલ્હીના લોકો પરેશાન છે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ જેવા અનેક રાજ્યો વધતી ગરમીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રાહતના સમાચાર આપતા હવામાન વિભાગે 30 જૂનથી 1 જુલાઈ વચ્ચે દિલ્હીમાં ચોમાસું દસ્તક આપવાની સંભાવના વ્યક્ત કરી છે. દિલ્હીમાં 4 જુલાઇ સુધી સતત વરસાદની પણ શક્યતા છે. દિલ્હીમાં લાંબા સમયથી ચોમાસાની રાહ જોવાઈ રહી હતી, જે બાદ આ સમાચાર મળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આજનું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બદલાતા હવામાનની અસર તાપમાન પર પણ પડશે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાય તેવી શક્યતા છે. દિવસભર આકાશ વાદળછાયું રહી શકે છે. તેમજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. દિલ્હીમાં સાંજ અને રાત્રિ વચ્ચે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેના માટે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે.
દેશના અન્ય રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે
તો તે જ સમયે, હવામાન વિભાગ (IMD) એ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે ભારે પવન અને વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. અહીં હવામાન વિભાગે બુધવાર, ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ અને શુક્રવાર, શનિવાર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.