શોધખોળ કરો

મમતા ઉપરાંત આ મુખ્યમંત્રીએ પણ પોતાના રાજ્યમાં ભાજપને આપી કારમી પછડાટ, જાણો કઈ બેઠક પર આગળ ?

ભબાનીપુર સહિતની ત્રણેય બેઠક પર મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની જીત પાકી થઈ ગઈ છે. મમતાએ ફરી ભાજપને પછડાટ આપી છે ત્યારે ઓડિશામાં પણ નવિન પટનાઈકે ભાજપને ફરી પછડાટ આપી છે.

નવી દિલ્લીઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં 30 સપ્ટેમ્બરે થયેલી બે બેઠકોની પેટાચૂંટણી અને બંગાળમાં ઉમેદવારોના નિધનના કારણે મોકૂફ રખાયેલી બે બેઠકો પર આજે મતગણતરી શરૂ થઈ છે. આ પૈકી પશ્ચિમ બંગાળની ભબાનીપુર સહિતની ત્રણેય બેઠક પર મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસની જીત પાકી થઈ ગઈ છે. મમતાએ ફરી ભાજપને પછડાટ આપી છે ત્યારે ઓડિશામાં પણ નવિન પટનાઈકે ભાજપને ફરી પછડાટ આપી છે.

ઓડિશામાં પીપલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં બીજુ જનતા દળના ઉમેદવાર રુદ્ર પ્રતાપ મહારથી ભાજપના આશ્રિત પટનાયકથી 11 હજાર કરતાં વધારે મતે આગળ છે. ઓડિશામાં નવિન પટનાઈક 2000થી સત્તામાં છે અને તેમને પછાડવાના ભાજપના પ્રયત્નો સફળ થયા નથી. આ વખતે ફરી એક વાર પટનાઈકે ભાજપને પછાડીને ઓડિશામાં પોતાની સર્વોપરિતા સ્થાપિત કરી દીધી છે. પીપલી વિધાનસભા બેઠક પરની મતગણતરી 25 રાઉન્ડ ચાલશે અને તેમાંથી 11 રાઉન્ડની મતગણતરી સમાપ્ત થઈ ચૂકી છે. કુલ અગિયાર રાઉન્ડના અંતે બીજુ જનતા દળના ઉમેદવાર રુદ્ર પ્રતાપ મહારથી ભાજપના આશ્રિત પટનાયકથી 11 હજાર કરતાં વધારે મતે આગળ છે.

પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને જંગીપુર બેઠક પર પણ મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ આગળ છે. શમશેરગંજ બેઠક પર અગિયારમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં અમીરૂલ ઈસ્લામ કોંગ્રેસના ઝૈદુર રહેમાન કરતાં લગભગ છ હજાર મતે આગળ હતા જ્યારે ભાજપ છેક ત્રીજા સ્થાને હતો. ભાજપના મિલન દાસને માત્ર 4817 મત મળ્યા હતા. જંગીપુર બેઠક પર બારમા રાઉન્ડના અંતે તૃણમૂલ કોંગ્રેસનાં ઝાકિર હુસૈન ભાજપના સુજિત દાસ કરતાં 33 હજાર કરતાં વધારે મતે આગળ હતાં. હાલની સ્થિતી જોતાં તૃણમૂલ કોંગ્રેસ ત્રણેય બેઠક પર જીત મેળવશે એ નક્કી છે.

આ વરસના એપ્રિલ-મેમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ભાજપને કારમી હાર આપી હતી. મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ અત્યારે તમામ ત્રણેય બેઠક પર પણ એ જ ઈતિહાસ દોહરાવશે અને ભાજપનો સફાયો કરશે એવું લાગે છે. ભાજપ ત્રણમાંથી એક પણ બેઠક પર ચિત્રમાં નથી. શમશેરગંજ બેઠક પર તૃણમૂલ કોંગ્રેસનાં અમીરૂલ ઈસ્લામને કોંગ્રેસના ઝૈદુર રહેમાન ટક્કર આપી રહ્યા છે જ્યારે બાકીની બે બેઠકો પર તો તૃણમૂલની જીતની ઔપચારિકતા જ બાકી રહી છે. બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ જીતનો જશ્ન શરૂ કરી દીધો છે.

મમતા બેનરજી જ્યાંથી લડી રહ્યાં છે એ ભવાનીપુરમાં 21 રાઉન્ડની મતગણતરી થશે. આ સિવાય  જંગીપુરમાં 24 અને શમશેરગંજમાં 26 રાઉન્ડની મતગણતરી થશે. મત ગણતરી દરમિયાન અધિકારીઓને માત્ર પેન અને કાગળનો ઉપયોગ કરવાની છૂટ છે પણ રિટર્નિંગ અધિકારીઓ અને નિરીક્ષકો ફોનનો ઉપયોગ કરી શકે છે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget