શોધખોળ કરો

Bengal Election Result 2026: બંગાળમાં BJP ની પ્રચંડ જીત બાદ કુમાર વિશ્વાસે કેમ કહ્યું I Love You? જાણો પહેલી પ્રતિક્રિયા

West Bengal Assembly Election Result 2026: ભારતીય જનતા પાર્ટી બંગાળમાં બહુમતી તરફ આગળ વધી રહી છે. આ દરમિયાન કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર એક રસપ્રદ પોસ્ટ શેર કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળમાં ભાજપે બહુમતી મેળવી, ટી.એમ.સી. પાછળ.
  • ભાજપ 170 બેઠકો પર આગળ, સત્તા પરિવર્તનના સંકેત.
  • કુમાર વિશ્વાસે બંગાળના ગીત સાથે પોતાની લાગણી વ્યક્ત કરી.

West Bengal Assembly Election Result 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થતું જોવા મળી રહ્યું છે. બંગાળ વિધાનસભાની મતગણતરીના વલણોમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. તૃણમૂલ કોંગ્રેસ ઘણી પાછળ ચાલી રહી છે. આ દરમિયાન ડોક્ટર કુમાર વિશ્વાસે એક રસપ્રદ પોસ્ટ શેર કરી છે. તેમણે બંગાળને સંબોધતા કહ્યું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું.

બંગાળમાં સત્તામાં આ સંભવિત ઐતિહાસિક પરિવર્તન અને ભાજપની લહેર અંગે દેશભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ સંદર્ભમાં, દેશના પ્રખ્યાત કવિ અને વક્તા, ડૉ. કુમાર વિશ્વાસે પણ તેમની કાવ્યાત્મક શૈલીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

આ પણ વાંચો...West Bengal Election Results: બંગાળમાં શરૂઆતના વલણોમાં BJPને બહુમત, TMCનો ગઢ ધરાશાયી

ચૂંટણી પંચના સત્તાવાર આંકડા મુજબ ભાજપે સવારે 12 વાગ્યા સુધીમાં 170 બેઠકો પર સરસાઈ મેળવી લીધી હતી. શરૂઆતી વલણો પછી કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પર બંગાળી ભાષાની કેટલીક લાઈનો શેર કરી. તેમણે લખ્યું,

'आमार शोनार बांग्ला,
आमि तोमाए भालोबाशी.
चिरोदिन तोमार आकाश,
तोमार बताश,
अमार प्राने बजाए बाशी' 

કુમાર વિશ્વાસે પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી
બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને શરૂઆતના વલણોમાં નિર્ણાયક લીડ બાદ, ડૉ. કુમાર વિશ્વાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની લાગણીઓ વ્યક્ત કરી. બંગાળની માટી, તેની સંસ્કૃતિ અને તેના ઐતિહાસિક વારસાને શ્રદ્ધાંજલિ આપતા, તેમણે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત આ કાલજયી ગીતની શરૂઆતની પંક્તિઓ શેર કરી.

ગુજરાતીમાં આનો અર્થ થાય છે: "મારા સોનાના બંગાળ, હું તને પ્રેમ કરું છું." હંમાશા તારું આકાશ,  તારી હવા , મારા પ્રાણમાં હંમેશા વાંસળી વગાડે છે.

ભાજપે વલણોમાં બહુમતીનો આંકડો પાર કર્યો

ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12.10 વાગ્યા સુધી ભાજપ 170 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 91 બેઠકો પર આગળ છે. વળી અન્ય પક્ષો ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ભાજપ મેખલીગંજ, માથાભાંગા, કૂચબિહાર દક્ષિણ, સિતાલકુચી, દિનહાટા, નતાબાડી, તુફાનગંજ, કુમારગ્રામ, કાલચીની, ફાલાકાટા અને માદારીહાટ બેઠક પર આગળ છે.

સિંગુર બેઠક પર ભાજપે મેળવી સરસાઈ, TMC પાછળ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ચર્ચામાં રહેલી સિંગુર બેઠક પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) મતગણતરીના શરૂઆતી વલણોમાં તૃણમૂલ કોંગ્રેસ કરતા આશરે 3,000 મતોથી આગળ છે. સિંગુરમાં ટાટા નેનો કાર ફેક્ટરીનો મુદ્દો ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યત્વે ઉઠ્યો હતો. સિંગુર વિધાનસભા બેઠક પર ભાજપના અરૂપ કુમાર દાસ તેમના નજીકના હરીફ તૃણમૂલ કોંગ્રેસના બેચારામ મન્ના કરતા 2,965 મતોથી આગળ છે. દાસને 15,516 મત મળ્યા, જ્યારે મન્નાને 12,651 મત પ્રાપ્ત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget