(Source: ECI/ABP News/ABP Majha)
West Bengal Opinion Poll 2021: ફાઈનલ ઓપિનિયન પોલમાં જાણો શું મમતા બેનર્જી લગાવશે જીતની હેટ્રિક કે ભાજપને મળશે સત્તા ?
પશ્ચિમ બંગાળમાં 294 વિધાનસભા સીટો પર આઠ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 27 માર્ચના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 30 સીટો પર વોટિંગ થવાનું છે.
West Bengal Opinion Poll 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 8 તબક્કામાં યોજાવાની છે. 27 માર્ચે પ્રથમ તબક્કા હેઠળ રાજ્યના પાંચ જિલ્લાની 30 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. ત્યારે બંગાળમાં કોની સરકાર બનશે તેને લઈને એબીપી ન્યૂઝ અને સી વોટર્સે કરેલા સર્વે અનુસાર ફાઈનલ ઓપિનિયન પોલ જાહેર કર્યો છે. ફાઇનલ ઓપિનિયન પોલ મુજબ, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી જીતની હેટ્રિક લગાવી શકે છે.
એબીજી ન્યૂઝ અને સી વોટર્સના સર્વે અનુસાર, મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને વિધાનસભાની કુલ 294 બેઠકમાંથી સૌથી વધુ 152થી 168 બેઠક મળી શકે છે. એટલે કે બહુમત મળી છે અને ફરી મમતા બેનર્જી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી શકે છે. જ્યારે ભાજપને 104 થી 120 બેઠક મળવાનો અનુમાન છે. તો કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધનને ફાળે 18થી 26 બેઠક જશે. રાજ્યમાં સરકાર બનાવવા માટે 148 સીટોની જરૂર હોય છે.
ગત ચૂંટણીની તુલનામાં ભાજપને આ વખતે જબરદસ્ત ફાયદો મળી રહ્યો છે, પરંતુ તે સત્તા પ્રાપ્ત કરવામાં અસમર્થ હોવાનું જણાય છે. પાર્ટીને 104 થી 120 બેઠકો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, 2016ની વિધાનસભા ચૂંટણીમાં TMCને 211 સીટો પર જીત મળી હતી. ભાજપને માત્ર ત્રણ બેઠકો પર સંતોષ કરવો પડ્યો છે. કૉંગ્રેસને આ ચૂંટણીમાં 44 સીટો અને લેફ્ટને 26 બેઠક મળી હતી.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં આઠ તબક્કમાં મતદાન થશે. અન્ય રાજ્યોની સાથે 2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.