શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિંગ કમાન્ડર અભિનંદનના MRI સ્કેનમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગતે
નવી દિલ્હીઃ આશરે 60 કલાક પાકિસ્તાનમાં રહ્યા બાદ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી થઇ છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરની વતન વાપસી થતાની સાથે જ તેમના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. મેડિકલ તપાસમાં એક પ્રકારે ચોંકાવનારો ખુલાસો સામો આવ્યો છે. મેડિકલ રિપોર્ટ મુજબ વિંગ કમાન્ડરને કરોડરજ્જુના નીચલા હાડકામાં અને પાસળીમાં ઇજા થઇ છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ એમઆરઆઇ સ્કેનમાં સામે આવ્યું છે કે આ સીવાય અભિનંદનને કોઇપણ જાતનું નુકસાન થયું નથી, બસ કરોડરજ્જુના નીચલા ભાગમાં નાની ઇજા થઇ છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ઇજા તેમને MIG-21માંથી જંપ મારીને પેરાશૂટ દ્વારા જમની પર ઉતરતી વખતે થઇ હોઇ શકે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પેરાશૂટ દ્વારા પાકિસ્તાનની જમીન પર ઉતર્યા બાદ ત્યાંના સ્થાનિકો દ્વારા મારવામાં આવેલા મારને કારણે પણ તેમની પાસળીમાં ઇજાઓ થઇ છે. હાલ હોસ્પિટલમાં પણ તેમના અન્ય ચેકઅપ ચાલી રહ્યા છે.Sources: In the MRI scan of the Wg Cdr #AbhinandanVarthaman, the doctors did not find any bugs. The scan has also shown that there is an injury in his lower spine which could have happened due to his ejection from his MiG-21 after aerial engagement with an F-16. (file pic) pic.twitter.com/OyWEeGjDnY
— ANI (@ANI) March 3, 2019
27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની વિમાન દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરવામાં આવી હતી. જેને વળતો જવાબ આપવા માટે MIG-21 માં સવાર થઇને અભિનંદનને પાકિસ્તાની F-16ની પાછળ જઇને તેનો તોડી પાડ્યું હતું. જોકે તેમનું વિમાન પણ પાકિસ્તાની વિમાનના નિશાના પર આવી ગયું હતું અને એટલા માટે જ તેમણે પેરાશૂટ વડે છલાંગ લગાવી હતી અને પાકિસ્તાનની જમીન પર જઇને લેન્ડ કર્યું હતું અને ત્યાં તેમને પાકિસ્તાની સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.Minister of State for Defence Subhash Rao Bhamre met IAF Wing Commander #AbhinandanVarthaman at Army Hospital Research And Referral in Delhi, today. pic.twitter.com/cCwNKoaBTi
— ANI (@ANI) March 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion