શોધખોળ કરો
Advertisement
રાજ્યસભામાં શું બન્યું કે ઉપરાષ્ટ્રપતિ નાયડુ રડી પડ્યા, વાઈસ ચેરમેન હરિવંશ પણ થયા ભાવકુ, જાણો બંનેએ શું કહ્યું ?
રવિવારે રાજ્યસભામાં અજીબોગરીબ તસવીર જોવા મળી જ્યારે ઉપ સભાપતિ હરિવંશ ચેર પર હતા ત્યારે જોરદાર હોબાળો કર્યો અને ચેરની ગરમીની અવગણના કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ રાજ્યસભામાં સભાપતિ વેંકૈયા નાયડુ ભાવુક થયા હતા. રાજ્યસભાને સંબોધિત કરતાં ભાવુક થતાં તેમણે કહ્યું કે, સાંસદોએ પણ ખુદ સ્વીકાર્યું કે તેમણે હોબાળો કર્યો અને માઈક તોડ્યું. સભ્યોને ડિવીઝન માગવાનો અધિકાર છે પરંતુ જ્યારે તે પોતાની સીટ પર હોય ત્યારે. વેંકૈયા નાયડૂએ કહ્યું આનાથી અમને બધાને દુખ થાય છે કે અમે પણ તમારી વચ્ચેનો જ ભાગ છે. ચેરમેન વેંકૈયા નાયડુ રાજ્ય સભામાં બોલતા બોલતા રડી પડ્યા. કહ્યું કે ચેરને બ્લેમ કરવું યોગ્ય નથી.
બીજી બાજુ ઉપ સભાપતિ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર તેમણે કહ્યું કે, નિયમો પ્રમાણે ઓછામાં ઓછા 14 દિવસની નોટિસ આપ્યા બાદ લાવવામાં આવી શકે છં પરંતુ આ મામલે એવું ન થયું અને આ જ કારણે તેમણે તે સ્વીકાર્યું નહીં. સાથે જ વેંકૈયા નાયડુએ સ્પષ્ટ કર્યું કે સાંસદોનું સસ્પેન્શન રદ્દ કરવામાં નહીં આવે.
નોંધનીય છે કે, રવિવારે રાજ્યસભામાં અજીબોગરીબ તસવીર જોવા મળી જ્યારે ઉપ સભાપતિ હરિવંશ ચેર પર હતા ત્યારે જોરદાર હોબાળો કર્યો અને ચેરની ગરમીની અવગણના કરવામાં આવી છે. સોમવારે સાંસદોની આ હરકત પર કાર્રવાઈ કરતાં 8 સાંસદને સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાંસદને સસ્પેન્ડ કર્યા બાદ તેઓ સંસદ પરિસરમાં જ ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેઠા અને ત્યારથી અત્યાર સુધી ત્યાં જ છે. આખી રાત ધરણા ચાલુ રાખ્યા, પરંતુ મંગળારે સવારે ધરણા સ્થળ પરથી એક મંગલમય તસવીર સામે આવી. જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલ 8 સાંસદો માટે ચા અને નાસ્તો લઈને ખુદ ઉપ સભાપતિ હરિવશં પહોંચ્યા. તસવીરમાં જોવા મળે છે કે, આ દરમિયાન ખૂબ આત્મિયતા જોવા મળી, પરંતુ વૈચારિક લડાઈની મર્યાદા અને નીતિ અંતર્ગત ચાની ઓફર ફગાવી દીધી અને સાંસદોએ ચા ન પીધી. પરંતુ આ ઘટના લોકતંત્રની સુંદરતાને સારી રીતે દર્શાવી રહી છે.
હરિવંશે સાંસદોને કહ્યું કે, તે વ્યક્તિગત રીતે એટલા માટે આવ્યા છે કારણ કે તે બધા તેમના સહયોગી છે. પરંતુ આ સાંસદોએ કહ્યું કે, વ્યક્તિગત રીતે મળવું હોય તો હરિવંશ સાંસદોના ઘરે આવે અથવા સાંસદોને પોતાના ઘરે બોલાવે. આપ નેતા સંજય સિંહે કહ્યું, “અમે ઉપ સભાપતિ જીને કહ્યું કે, ખેડૂત વિરોદી કાળો કાયદો પરત લો.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement