શોધખોળ કરો
Advertisement
Explained: Corona virus શું છે? જાણો તેના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય
આ વાયરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરથી ફેલાવવાનો શરૂ થયો અને ત્યાર બાદ તેનાથી પીડિત વ્યક્તિ થાઈલેન્ડ, સિંગાપુર, જાપાનમાં પણ મળી રહ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ આજકાલ ભારતથી ચીન સુધી ચર્ચાનો વિષય બની ગયો છે. આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ સાથે જોડાયેલ અનેક જાણકારીઓ સામે આવી રહી છે. ચીનમાં અનેક લોકો તેની ઝપટમાં આવી ગયા છે, જ્યારે ભારતમાં તેને લઈને સતત ચિંતાઓ વધી રહી છે. આવો જાણીએ આ વાયરસ વિશે, કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ અને કેવી રીતે તેનાથી બચી શકાય છે.
શું ચે કોરોના વાયરસ
કહેવાય છે કે, આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે જોાયેલ છે. તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ બજારથી થઈ હોવાનું કહેવાય છે. ડબલ્યૂએચઓએ એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
ક્યાંથી ફેલાવવાનું શરૂ થયો આ વાયરસ
આ વાયરસ સૌથી પહેલા ચીનના વુહાન શહેરથી ફેલાવવાનો શરૂ થયો અને ત્યાર બાદ તેનાથી પીડિત વ્યક્તિ થાઈલેન્ડ, સિંગાપુર, જાપાનમાં પણ મળી રહ્યા છે. હાલમાં જ ઇંગ્લેન્ડમાં પણ એક પરિવારને આ વાયરસની અસર થયાની જાણકારી સામે આવી છે.
ભારત માટે ચિંતા, એરપોર્ટ પર તપાસ ચાલુ
ભારત માટે ચિંતાનો વિષય એટલા માટે છે કારણ કે અંદાજે 700 ભારતીય વિદ્યાર્થી વુહાન અને આસપાસના વિસ્તારમાં રહે છે. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના ચીનની યૂનિવર્સિટીમાં મેડીકલનો અભ્યાસ કરી રહ્યા છે. વાયરસનો પ્રસાર રોકવા માટે બીજિંગમાં પ્રશાસને અનિશ્ચિત સમય માટે મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે ભારતમાં એવિએશન મિનિસ્ટ્રીએ દિલ્હી, મુંબઈ, કોલકાતા એરપોર્ટ બાદ બેંગલુરુ, હૈદ્રાબાદ અને કોચીન એરપોર્ટ પર ચીન અને હોંગકોંગથી ઉડાન ભરી રહેલ તમામ પ્રવાસીઓના સ્ક્રીનિંગની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે.
શું છે લક્ષણ
જે વાયરસનો અટેક થયો છે તેને તાવ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પાણી નીકળવું અને ગળામાં તકલીફ થવા જેવી સમસ્યા થાય છે.
કેવી રીતે બચાવ કરશો
સંયુક્ત રાષ્ટ્રએ ટ્વીટ કર્યું છે, ટ્વીટમાં કોરોના વાયરસથી બચવા માટે ઉપાય દર્શાવવામાં આવ્યા છે. જે અનુસાર તમારા હાથ સાબુ અને પાણીથી અથવા આલ્કોહોલયુક્ત હેન્ડ રબથી સાફ કરો. ઉધરસ કે છીંક આવે ત્યારે નાક અને મોઢા આગર ટિશ્યૂ અથવા અન્ય કપડાથી ઢાંકો. જેમનામાં તાવ કે શરદી જેવા લક્ષણ દેખાય તેની નજીક જવાનું ટાળવું જોઈએ. મીટ અને ઈંડાને સારી રીતે પકાવીને ખાવા. જંગલ અને ખેતરોમાં રહેતા જાનવરો સાથે અસુરક્ષિત સંપર્ક ન બનાવવા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion