Who Is Delhi Metro Girl: 'આ તો ઉર્ફી જાવેદ છે'- દિલ્હી મેટ્રૉમાં અતરંગી કપડાં પહેરનારી છોકરી કોણ છે ? જોરશોરથી છે ચર્ચા
આજતક સાથેની વાતચીતમાં રિધમ ચનાનાએ જણાવ્યું કે - તેને આઝાદીનો અનુભવ થયો છે, અને પછી જ તેને આવા કપડાં પહેરવાનું શરૂ કર્યું.
Who Is Delhi Metro Girl: છેલ્લા કેટલાય દિવસોથી બૉલ્ડ કપડાં પહેરીને દિલ્હી મેટ્રૉમાં સફર કરનારી એક છોકરી ખુબ ચર્ચામાં આવી ગઇ છે. સોશ્યલ મીડિયા પર છોકરીના વીડિયો અને તસવીરો ખુબ વાયરલ થઇ રહ્યાં છે. આ છોકરીનું નામ રિધમ ચનાના (Rhythm Chanana) છે, જે માત્ર 19 વર્ષની છે. બ્રાલેટ અને મિની સ્કર્ટ પહેરીને દિલ્હી મેટ્રૉમાં સફર કરવાના કારણે આજકાલ તે ઇન્ટરનેટ પર સેન્સેશન બની ગઇ છે. એટલુ જ નહીં ઉર્ફી જાવેદ સાથે પણ તેની સરખામણી કરવામાં આવી રહી છે. હવે આ મામલામાં રિધમ ચનાનાએ પોતાનું રિએક્શન આપ્યુ છે.
આવા કપડાં પહેરીને બહાર જવામાં નથી લાગતો ડર
આજતક સાથેની વાતચીતમાં રિધમ ચનાનાએ જણાવ્યું કે - તેને આઝાદીનો અનુભવ થયો છે, અને પછી જ તેને આવા કપડાં પહેરવાનું શરૂ કર્યું. તેને પૂછવામાં આવ્યું કે શું તે આવા કપડા પહેરીને બહાર જવામાં ડરતી નથી. તો આના જવાબમાં રિધમે કહ્યું કે એવું ક્યારેય લાગતું નથી. આ સિવાય ફ્લર્ટિંગના સવાલ પર રિધમે કહ્યું કે તે હવે તેને ઇગ્નૉર કરવાનું શીખી ગઈ છે.
ફેમસ થવા માટે માટે નથી પહેરતી આવા કપડાં
રિધમ ચનાનાએ જણાવ્યું કે તે ચંદીગઢની રહેવાસી છે, અને દિલ્હી આવ્યા બાદ તેને આવા કપડા પહેર્યા છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે તે ફેમસ થવા માટે આ બધું નથી કરી રહી. રિધમ ચનાનાએ એમ પણ કહ્યું કે, તે ઉર્ફી જાવેદથી પ્રભાવિત થઈને આ નથી કરી રહી, પરંતુ તે માને છે કે તે તેની પસંદગીના કારણે આવા કપડાં પહેરે છે.
View this post on Instagram
બૉલ્ડ ફોટાઓથી ભરેલું છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
ઉલ્લેખનીય છે કે, રિધમ ચનાનાનું (Rhythm Chanana) ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બૉલ્ડ ફોટો અને વીડિયોથી ભરેલું છે. ખાસ વાત છે કે, તેના જૂના ફોટા ટ્રેડિશનલ ડ્રેસમાં છે, પરંતુ તેણે ગયા વર્ષે 9 ઓક્ટોબરે પહેલીવાર તેનો બૉલ્ડ ફોટો પૉસ્ટ કર્યો હતો. આ પછી આ સીરીઝ શરૂ થઈ. રિધમ ચનાના ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ ધરાવે છે, હાલમાં 19.8 હજાર લોકો તેને ફૉલો કરે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram