શોધખોળ કરો

જામનગરમાં સ્થપાઈ રહેલ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ગેમ ચેન્જર સાબિત થશેઃ WHOના પ્રાદેશિક નિર્દેશક

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે બપોરે 3.30 વાગ્યે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે.

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે બપોરે 3.30 વાગ્યે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) સ્થાપવાના આ પગલાને WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે "ગેમ-ચેન્જર" ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પરંપરાગત દવાઓ હજારો વર્ષોથી ચાલી રહી છે અને WHOના 194 સભ્ય દેશોમાંથી 170 માં લગભગ 80 ટકા લોકો પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે.

આ કેન્દ્ર પરિવર્તન લાવશેઃ
ડૉ. પૂનમે ANI સાથે  વાતચીતમાં જણાવ્યું હતું કે, પરંપરાગત દવાઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે છતાં, તેના ડેટા, ડિલિવરી સિસ્ટમ અને દવાઓના એકીકરણ કરવામાં પ્રમાણભૂત માળખાનો અભાવ છે. આ કેન્દ્રની શરુઆત થતાં જ પરંપરાગત દવાઓના શિક્ષણ, ડેટા, વિશ્લેષણ, ટકાઉપણું અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આ કેન્દ્રની મદદથી જ પરંપરાગત દવાઓની જાણકારી દુનિયાને એક જ પદ્ધતિથી મળી શકશે.

GCTM પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્રઃ
ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે કહ્યું કે, GCTMએ વિશ્વભરમાં પરંપરાગત દવા માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હશે. બુધવારે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં હશે, જ્યાં પીએમ મોદી ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે. આ ઈનોવેશન સમિટની મળતી માહિતી પ્રમાણે મહાત્મા મંદિર ખાતે આયોજિત આ ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકો ભાગ લેશે.

WHO ના મહાનિર્દેશક ભારતની ત્રણ દિવસીય મુલાકાતે:
તમને જણાવી દઈએ કે WHO ના મહાનિર્દેશક ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ આજથી ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે ભારત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. આવતીકાલે મંગળવારના રોજ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના શિલાન્યાસ સમારોહમાં PM મોદી સાથે જોડાતા પહેલા ઘેબ્રેયસસ રાત્રિરોકાણ કરશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Stock Market Holiday: ૨૦ નવેમ્બરે શેર બજાર બંધ રહેશે, આ કારણસર બુધવારે રજા રાખવામાં આવી
20 નવેમ્બરે શેર બજાર રહેશે બંધ, અચાનક એક્સચેન્જે આપી જાણકારી, જાણો શું છે કારણ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Android યૂઝર્સ માટે મોટું જોખમ! આ મૅલવેર મિનિટોમાં બેંક એકાઉન્ટ ખાલી કરી નાખશે, જાણો બચવાના ઉપાયો
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
Embed widget