WHO Report : દુનિયાના 4 કરોડ બાળકોના માથે તોળાતુ ગંભીર સંકટ, WHOના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
પોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ગયા વર્ષે લગભગ 40 મિલિયન (40 મિલિયન) બાળકોને ઓરીની રસી મળી ન હતી.
WHO Report On Measles: કોરોના સંકટ બાદ નાના બાળકોના માથે હવે વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. હવે દુનિયાના 4 કરોડ બાળકો ઓરીની ઝપેટમાં આવી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળો શરૂ થયો ત્યારથી ઓરીના રસીકરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, ગયા વર્ષે લગભગ 40 મિલિયન (40 મિલિયન) બાળકોને ઓરીની રસી મળી ન હતી. આમ કોરોના વાયરસની મહામારીએ રસીના રસીકરણ કાર્યક્રમમાં વિક્ષેપ ઉભો કરતા દુનિયાના 4 કરોડબાળકોના માથે આ સંકટ તોળાઈ શકે છે.
WHO અને CDCના સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતું કે, દુનિયાભરના વિવિધ પ્રદેશોમાં ઓરીની સમસ્યા ફાટી નીકળવાનું જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે રસીકરણ કવરેજમાં સતત ઘટાડો થયો છે અને કોવિડ-19ને કારણે રોગની દેખરેખની પ્રક્રિયા પણ નબળી પડી છે. ઓરીએ સૌથી ચેપી માનવ વાયરસ છે અને રસીકરણ દ્વારા લગભગ સંપૂર્ણપણે અટકાવી શકાય છે. જો કે, સામુદાયિક પ્રકોપને રોકવા માટે 95 ટકા રસીકરણ કવરેજની જરૂર છે.
40 મિલિયન બાળકોને રસીનો ડોઝ જ નથે મળ્યો
સંયુક્ત અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, 2021માં લગભગ 40 મિલિયન બાળકો ઓરીની રસીના ડોઝ ચૂકી ગયા છે. વિશ્વના સૌથી ચેપી રોગોમાંનો એક એવા ઓરીને લઈને લાખો બાળકો અતિસંવેદનશીલ છે. ધિકારીઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2021માં વિશ્વભરમાં લગભગ 9 મિલિયન બાળકો ઓરીથી સંક્રમિત થયા હતા તેમાંથી 1.28 લાખ બાળકોના મોત નિપજ્યા હતા.
'ઓરી વિશ્વના દરેક ક્ષેત્રમાં મોટો ખતરો'
ડબ્લ્યુએચઓ અને સીડીસીએ જણાવ્યું હતું કે, રસીકરણમાં સતત ઘટાડો, રોગની દેખરેખમાં અછત અને COVID-19ને કારણે થઈ રહેલા વિલંબ અને તેની યોજનાઓમાં ધીમી ગતિ અને 20થી વધુ દેશોમાં ચાલી રહેલા પ્રકોપનો અર્થ એ છે કે ઓરી વિશ્વના દરેક ક્ષેત્રમાં એક મોટો ખતરો બની વિકરાળ સમસ્યા તરીકે સામે આવવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, ઓરીથી 95 ટકાથી વધુ મૃત્યુ વિકાસશીલ દેશોમાં થાય છે. તેમાં પણ મોટા ભાગે આફ્રિકા અને એશિયામાં. ઓરી માટે કોઈ ચોક્કસ ઈલાજ નથી પરંતુ તેના પ્રતિકાર માટે રસીના બે ડોઝ આ ગંભીર રોગ અને તેનાથી થતા મૃત્યુને રોકવામાં લગભગ 97 ટકા અસરકારક છે.