શોધખોળ કરો
મોદીએ વિપક્ષો પર કેમ કર્યો કટાક્ષ, યહ આનંદ લેતે રહીએ, મોદી હૈ તો મૌકા લીજિયે..............
તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં લગભગ 13-14 કલાક સુધી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા. હું બધાનો આભાર માનું છું.

નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતાં વિપક્ષો પર કટાક્ષ કર્યો હતો કે, તમે લોકો કોરોનાના કારણે બહાર નથી નિકળી શક્યા. ઘરમાં પણ કિચ-કિચ થયા કરતી હશે. આ સંજોગોમાં તમે તમારો બધો ગુસ્સો અહીં કાઢી નાંખીને તમે કેટલી હળવાશ અનુભવતા હશો એ હું સમજી શકું છું. તમે તમારો બધો ગુસ્સો મારા પર કાઢીને ખુશીથી ઘરે જઈ શકો છે. મોદીએ કહ્યું હતું કે, તમે મારા પર ગુસ્સો કાઢીને ઘરમાં અત્યંત ખુશીથી સમય વિતાવતો હશો. તમને આ આનંદ મળે છે તેના માટે હું કામમાં આવ્યો તેને મારું સૌભાગ્ય સમજું છું, હું ઈચ્છું છું કે, આ આનંદ તમને સતત મળતો રહે. ચર્ચા કરતા રહો, લગાતાર ચર્ચા કરતા રહો, ગૃહને જીવંત રાખો. યહ આનંદ લેતે રહીએ, મોદી હૈ તો મૌકા લીજિયે. મોદીની આ વાત સાંભળીને રાજ્યસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યસભામાં લગભગ 13-14 કલાક સુધી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા. હું બધાનો આભાર માનું છું. રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળવા માટે તમામ સભ્યો હાજર રહ્યા હોત તો લોકશાહીની ગરિમા હજી વધી જાત. રાષ્ટ્રપતિના ભાષણની તાકાત એટલી હતી કે, ઘણા લોકો ન સાંભળતા છતાં ઘણા બોલી શકયા. તેના પરથી ભાષણનું મૂલ્ય આંકી શકાય છે.
વધુ વાંચો





















