Coronavirus: શા માટે બધા લોકોને એક સાથે રસી ન આપી શકાય ? AIIMS ડાયરેક્ટરે કર્યો ખુલાસો
આપણે સતત રસીકરણા આ અભિયાન પર ધ્યાન રાખવાની જરૂરત છે.
દશમાં કોરોના રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કો શરૂ થઈ ગયો છે. AIIMSના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહ વું છે કે, વધુમાં વધુ લોકો કોરના રસી લેવાની સાથે સાથે ઓછી ઉંમરના લોકોને પણ તેમાં સામલ કરવા એ હાલમાં સૌથી મોટી જરૂરત છે. સાથે જ તેમણે કહ્યું કે, આ બધું રસીની ઉપલબ્ધતાના આધારે જ કરી શકાશે.
રણદીપ ગુલેરિયાએ કહ્યું, “ભારત એક મોટો દેશ છે. જો આપણે દેશના તમામ વયસ્ક લોકોને રસીકરણની વાત કરીએ આ સંખ્યા એક બિલિયન હોય છે. આ 1000 કરોડ લોકો માટે 200 કરોડ જોઝની જરૂરત પડે. એક સાથે આટલી સંખ્યામાં રસીની ઉપલબ્ધતા લગભગ અશક્ય છે.”
રણદીપ ગુલેરિયાએ આગળ કહ્યું કે, “આપણે સતત રસીકરણા આ અભિયાન પર ધ્યાન રાખવાની જરૂરત છે. સપ્તાહ અથવા દસ દિવસ બાદ જો આંકડાથી એ જાણવા મળે કે, નક્કી સંખ્યાથી ઓછા લોકો રસીના ડોઝ લેવા માટે આવ્યા છે તો ધીમે ધીમે ઓછી ઉંમરના લોકોને પણ આ યાદીમાં સામેલ કરી શકાય છે.”
તેમણે કહ્યું, “ઓછી ઉંમરના વર્ગમાં એવા ઘણાં છે જેઓ કોરોનાની રસી લેવા માગે છે. જ્યારે વધારે ઉંમરના લોકો જેમને હાલમાં રસી આપવામાં આવી રહી છે તેમાંથી ઘણાં રસી લેવાથી ડરી રહ્યા છે અને તેના કારણે વધુમાં વધુ લોકોને રસીના ડોઝ આપવાના અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.”
સ્વાસ્થ્યકર્મીઓ માટે રસી લેવી ફરજિયાત
16 જાન્યુઆરીથી શરૂ થયેલ આ રસીકરણ અભિયાનને લઈને હાલમાં અનેક રાજ્યો તરફથી ધારણા પ્રમાણે પ્રતિક્રિયા નથી મળી રહી. આ રાજ્યોમાં અત્યાર સુધી અનેક ફ્રન્ટલાઈન વર્કર્ અને સ્વાસ્થ્યકર્મીઓએ રસીના ડોઝ આપી નથી શકાય. તેના પર પ્રતિક્રિયા આપતા ગુલેરિયાએ કહ્યું કે, “કોરનાના દર્દીની સારસંભાળમાં લાગેલ તમામ સ્વાસ્થ્યકર્મીઓને માટે રસીના ડોઝ લેવા ફરજિયાત હોવું જોઈએ. આપણી હોસ્પિટલોના આંકડાથી જાણવા મળે છે કે, લગભગ 50 ટકા સ્વાસ્થ્ય કર્મીઓએ અત્યાર સુધી કોરોનાની રસી લીધી નથી. આમ લોકોની તુલનામાં સ્વાસ્થ્યકર્મીઓમાં રસી લેવાને લઈને વધારે સંકોચ છે. મેં તેમને સમજાવ્યા પણ છે કે, તમારા કરતાં તમે જેની સાર સંભાળ રાખો છો તે દર્દીઓ માટે જરૂરી છે.”