શોધખોળ કરો
Advertisement
નવી દિલ્હીઃ 19 વર્ષની યુવતી પર ગેંગરેપમાં સામેલ હોવાનો પીડિતાએ લગાવ્યો આરોપ
નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં એક યુવતીએ બે પુરુષો અને એક યુવતી પર ગેંગરેપનો આરોપ લગાવ્યો હતો. જે યુવતી પર મહિલાના રેપમાં સામેલ હોવાનો આરોપ છે તેની ઉંમર ફક્ત 19 વર્ષની છે. રિપોર્ટ અનુસાર, એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાના કહેવા પ્રમાણે બે પુરુષની સાથે સાથે એક યુવતીએ પણ તેના પર રેપ ગુજાર્યો છે. ફરિયાદમાં નોંધાવ્યું હતું કે, યુવતીએ તેને રૂમમાં બંધ કરી દીધી હતી અને સેક્સ ટોયનો ઉપયોગ કરી તેને ઇજાગ્રસ્ત કરી હતી.
નોંધનીય છે કે પીડિતા ગુરુગ્રામમાં એક કંપનીમાં કામ કરતી હતી પરંતુ બાદમાં તેણએ પોતાનો બિઝનેસ શરૂ કરતા નોકરી છોડી દીધી હતી. બિઝનેસ શરૂ કર્યા બાદ પીડિતાની મુલાકાત એક આરોપી પુરુષ સાથે થઇ હતી બાદમાં અન્ય આરોપીઓ સાથે મુલાકાત થઇ હતી.
બાદમાં ચારેય લોકોએ ઓનલાઇન કપડા વેચવાનો બિઝનેસ શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો. બાદમાં પીડિતા પાસેથી દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે રૂપિયા લેવા માટે પીડિતા આરોપીઓ પાસે ગઇ હતી ત્યારે તેના પર રેપ ગુજારાયો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ દરમિયાન યુવતીએ સેક્સ ટોયનો ઉપયોગ કરીને તેને ઇજાગ્રસ્ત કરી દીધી હતી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement