શોધખોળ કરો
Advertisement
વિશ્વભરમાં કોરોનાના હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નવા 2.47 લાખ કેસ આવ્યા, અત્યા સુધીમાં 5.91 લાખના મોત
સાજા થઈ રહેલ દર્દીની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધીમાં 82 લાખથી વધારે લોકો આ બીમારીમાંથી બહાર આવી ગયા છે.
Coronavirus: વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રોજ દર્દીઓની સંખ્યા વધી હી છે અને સાથે જ મૃતકોની સંખ્યાનો આંકડો પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2.47 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 5714 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણના આંકડા પર નજર કરીએ તો વેબસાઈટ વર્લ્ડોમીટર અનુસાર વિશ્વમાં 1.39 કરોડથી વધારે લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે, જ્યારે મરનારા લોકોની સંખ્યા 5.91 લાખને પાર કરી ગઈ છે.
જોકે સાજા થઈ રહેલ દર્દીની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધીમાં 82 લાખથી વધારે લોકો આ બીમારીમાંથી બહાર આવી ગયા છે. વિશ્વભરમાં હાલમાં 50 લાખ એક્ટિવ કેસ છે અને તેમની સારવાર ચાલી રહી છે.
વિશ્વભરમાં ક્યાં કેટલા કેસ, કેટલી મોત
અમેરિકા: કેસ- 3,693,700, મોત- 141,095
બ્રાઝીલ: કેસ- 2,014,738, મોત- 76,822
ભારત: કેસ- 1,005,637, મોત- 25,609
રશિયા: કેસ- 752,797, મોત- 11,937
પેરૂ: કેસ- 341,586, મોત- 12,615
સાઉથ આફ્રિકાઃ કેસ- 324,221, મોત- 4,669
ચિલી: કેસ- 323,698, મોત- 7,290
મેક્સિકો: કેસ- 317,635, મોત- 36,906
સ્પેન: કેસ- 305,935, મોત- 28,416
યૂકે: કેસ- 292,552, મોત- 45,119
16 દેશોમાં બે લાખથી વધારે કેસ
બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ઇટલી, ભારત, પેરૂ, ચિલી, ઇટલી, ઈરાન, મેક્સિકો, પાકિસ્તાન, ટર્કી, સાઉદી અરબ, સાઉથ આફ્રીકા અને જર્મનીમાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર કરી ગઈ છે. જ્યારે બાંગ્લાદેશમાં પણ 1.90 લાખ કેસ સામે આવ્યા છે. ભારત વિશ્વમાં સૌથી વધારે કેસના મામલે ત્રીજા નંબર પર પહોંચી ગયું છે, જ્યારે સૌથી વધારે મોતની યાદીમાં આઠમાં નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement