Wrestlers Protest : બ્રિજભૂષણ સિંહે મુકી શરત, કહ્યુ-હું રાજીનામું આપવા તૈયાર પરંતુ...
બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, તેઓ WFI પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. જોકે આ માટે તેમણે તેમણે શરત મુકી હતી.
Brij Bhushan Singh Statement on Wrestlers Protest: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે તેમના પર લાગેલા આરોપોને ફગાવી દીધા છે. બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું છે કે, કુસ્તીબાજોનો વિરોધ રાજકારણ છે. કુસ્તીબાજો કોંગ્રેસ અને વિરોધ પક્ષોના હાથનું રમકડું બની ગયા છે. રાજીનામું આપવું એ તેમનો ઉદ્દેશ્ય નથી, તેમનો ઉદ્દેશ્ય રાજકારણ છે.
બ્રિજ ભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, તેઓ WFI પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા તૈયાર છે. જોકે આ માટે તેમણે તેમણે શરત મુકી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, પોતાના વિરૂદ્ધ નોંધાયેલી FIRની નકલ મળી નથી, જેવો કે બજરંગ પુનિયા (બજરંગ પુનિયા)એ દાવો કર્યો છે.
બ્રિજભૂષણ શરણ સિંહનું આ નિવેદન યૌન ઉત્પીડનના આરોપો અને તેમની વિરુદ્ધ બે એફઆઈઆર નોંધાયા બાદ આવ્યું છે. તેમણે કહ્યું ગતું કે, મારા રાજીનામા બાદ જો કુસ્તીબાજો ઘરે જઈને આરામથી સૂઈ જાય તો મને કોઈ વાંધો નથી.
જાહેર છે કે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશના કૈસરગંજથી ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળ આજે આઠમા દિવસે પણ ચાલુ છે. દિલ્હી પોલીસે સાંસદ વિરુદ્ધ FIR નોંધી છે. આ સાથે જ બ્રિજભૂષણ શરણ સિંહે આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું.
આ સાથે જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવાની પણ તૈયારી દર્શાવી છે પરંતુ તેના માટે શરત મુકતા કહ્યું હતું કે, જો પહેલવાનો પ્રદર્શન ખતમ કરવા તિએયાર હોય તો હું પદ પરથી રાજીનામું આપવા માટે તૈયાર છું. બ્રિજભૂષણ શરણ સિંહે એમ પણ કહ્યું હતું કે, તેઓ કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. જાહેર છે કે, તે બીજી વખત રેસલર્સના નિશાના પર છે. આ પહેલા પણ કુસ્તીબાજોએ તેની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. કુસ્તીબાજોએ તેના પર જાતીય સતામણી અને મહિલા રેસલરો સાથે ભેદભાવનો આરોપ લગાવ્યો છે.
આ પહેલા સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે, રાજીનામું આપવું એ મોટી વાત નથી પરંતુ ગુનેગાર બનીને નહીં. હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે દેશના કેટલાક ઉદ્યોગપતિઓ, જેમને મારી અને કોંગ્રેસની સમસ્યા છે, તેનો આમાં હાથ છે. આમાં કોનો હાથ છે તે આજે જોવા મળ્યું.