શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીર: શ્રીનગરના લાલ ચોક પર આતંકી હુમલામાં એકનું મોત, 12 ઘાયલ
આતંકીઓએ ગ્રેનેડ અટેક કરતા 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 12 નાગરિકો ઘાયલ થયા છે.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના લાલ ચોક પર પર આતંકીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને ગ્રેનેડ હુમલો કર્યો છે. આતંકીઓએ ગ્રેનેડ અટેક કરતા 1 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 12 નાગરિકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
મળતા અહેવાલો મુજબ, શ્રીનગરના લાલ ચોકની પાસે હરિ સિંહ સ્ટ્રીટ ભીડવાળો વિસ્તાર છે. આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવીને અહીં ગ્રેનેડ ફેંક્યો, પરંતુ તે રસ્તાના કિનારે જઈને પડ્યો. અનેક નાગરિકો તેની ઝપેટમાં આવી ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે હુમલો ભીડ વાળા વિસ્તારમાં બપોરે એક વાગ્યે વીસ મિનિટ પર થયો. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.#UPDATE Jammu and Kashmir: 15 people injured in a grenade attack in a market on Maulana Azad Road in Srinagar. https://t.co/LYAa5UHght pic.twitter.com/ic4LuXq8g4
— ANI (@ANI) November 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement