શોધખોળ કરો

Jammu Kashmir Blast: નરવાલ બ્લાસ્ટમાં આતંકવાદીઓએ ટાઈમર આઈડીનો કર્યો ઉપયોગ, આજે પણ વિસ્તાર સીલ, સેનિટાઈઝેશન ઓપરેશન યથાવત

Jammu Kashmirના નરવાલમાં થયેલા બે બ્લાસ્ટમાં 9 લોકો ઘાયલ થયા છે. ઉપરાજ્યપાલે ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે.

Narwal Twin Blast Update: જમ્મુ શહેરની બહારના નરવાલમાં શનિવારે બે વિસ્ફોટ થયા હતા.  જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં સામેલ એજન્સીઓનો દાવો છે કે નરવાલમાં થયેલા બે બોમ્બ વિસ્ફોટોમાં આતંકવાદીઓએ ટાઈમર આઈડીનો ઉપયોગ કર્યો હોઈ શકે છે. સુરક્ષાની દૃષ્ટિએ આજે ​​(રવિવારે) પણ ટ્રાન્સપોર્ટ ટાઉન નરવાલને સીલ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર નરવાલ વિસ્તારમાં સેનિટાઈઝેશનની કામગીરી ચાલી રહી છે અને હિલચાલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

એક અધિકારીએ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ સુહેલ ઈકબાલ, વિશ્વ પ્રતાપ, વિનોદ કુમાર, અર્જુન કુમાર, અમિત કુમાર, રાજેશ કુમાર અને અનીશ અને ડોડાના સુશીલ કુમાર તરીકે કરી છે. જે તમામ જમ્મુના રહેવાસી છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે પ્રથમ વિસ્ફોટ પછી તરત જ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો.  જેના 15 મિનિટ પછી બીજો વિસ્ફોટ થયો હતો.

જમ્મુ 15 મિનિટમાં બે વિસ્ફોટોથી હચમચી ગયું 

મોટર સ્પેર પાર્ટ્સ એસોસિએશનના પ્રમુખ સિંઘના જણાવ્યા અનુસાર 15 મિનિટ પછી નજીકમાં બીજો વિસ્ફોટ થયો હતો. જેના લીધે આ વિસ્તારમાં મોટર વાહનનો કાટમાળ ફેલાઈ ગયો. સ્થાનિક રહેવાસી રાજકુમારે જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે બીજા વાહનનું કામ કરી રહ્યો હતો. તેમણે કહ્યું, "અમને શરૂઆતમાં લાગ્યું કે કોઈ વાહનની પેટ્રોલ ટાંકીમાં વિસ્ફોટ થયો છે.  પરંતુ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વાહનનું કચરઘાણ નીકળી ગયું હતું.

ઘાયલોને 50 હજાર રૂપિયાની મદદ

એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ અંગે ઉપરાજ્યપાલને જાણ કરી હતી. ઉપરાજ્યપાલે કહ્યું"આવા કાયરતાપૂર્ણ કૃત્યો હુમલાઓ માટે જવાબદાર લોકોની નિરાશા અને કાયરતાને છતી કરે છે. તેમની સામે તાત્કાલિક અને સખત પગલાં ભરવામાં આવશે. તેમણે ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

ભારત જોડો યાત્રા અને આતંકવાદી હુમલો

નોંધપાત્ર રીતે આ વિસ્ફોટ શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા એવા સમયે કરવામાં આવ્યા હતા જ્યારે આ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' અને આગામી ગણતંત્ર દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને હાઇ એલર્ટ પર છે. કોંગ્રેસના સાંસદ અને જમ્મુ અને કાશ્મીર બાબતોના પક્ષના પ્રભારી રજની પાટીલે બે વિસ્ફોટોની આકરી નિંદા કરી હતી. તે જ સમયે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) અને આમ આદમી પાર્ટી (AAP) એ આરોપ લગાવ્યો છે કે આ ઘટના કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપની નીતિની 'નિષ્ફળતા' દર્શાવે છે.

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
'તમામ તૂટેલા લગ્નને ક્રિમિનલ કેસ ના બનાવો', અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી દહેજ ઉત્પીડનની FIR
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget