શોધખોળ કરો

Kishtwar Road accident: જમ્મુ કાશ્મીરમાં ભયંકર અકસ્માત, ખીણમાં ક્રૂઝર ખાબકતાં , 7નાં કરૂણ મોત,

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

Kishtwar Road accident:જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એક  ભંયકર  માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે (24 મે) થયેલા એક અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝ કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.

અકસ્માતની પુષ્ટિ કરતા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું, હમણાં જ ડીસી કિશ્તવાર ડૉ. દેવાંશ યાદવ સાથે ડાંગદુરુ ડેમ સાઇટ પર દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. જરૂરીયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. અમે આ મામલે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ.

Joe Biden Murder Plan: યુએસ પ્રમુખ જો બાયડનની હત્યાનો પ્રયાસ! ભારતીય મૂળના 19 વર્ષના છોકરાએ રચ્યું કાવતરું, જાણો સમગ્ર મામલો

Truck Collide In White House: યુએસ પોલીસે મંગળવારે (23 મે) ના રોજ માહિતી આપી હતી કે 19 વર્ષીય ભારતીય મૂળના છોકરાએ વ્હાઇટ હાઉસ નજીક નાઝી-ધ્વજવાળા યુ-હૉલ ટ્રકથી ટક્કર મારી હતી. આ પછી પોલીસે છોકરાની ધરપકડ કરી હતી. છોકરા પર રાષ્ટ્રપતિ જો બાયડનને મારી નાખવા અથવા નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

યુએસ પાર્ક પોલીસે જણાવ્યું હતું કે સોમવારે રાત્રે આશરે 10:00 વાગ્યાની આસપાસ લાફાયેટ પાર્ક બહાર જણીજોઈને બોલાર્ડમાં ગાડીને ટક્કર મારી, જો કે આ અકસ્માતમાં કોઈને ઇજા પહોંચી નથી. ટીવી પર બતાવવામાં આવ્યું હતું કે એક લાલ અને કાળી ટ્રક પર નાઝી ધ્વજ લગાવવામાં આવ્યો હતો

ખતરનાક હથિયાર વડે હુમલો કરવાનો આરોપ

યુએસ પાર્ક પોલીસ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે વાહન ચાલકની ઓળખ મિઝોરીના 19 વર્ષીય સાઈ વર્ષિત કંડુલા તરીકે થઈ છે. તેમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં ખતરનાક હથિયારથી હુમલો, ખરાબ રીતે વાહન ચલાવવું, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની હત્યા કે અપહરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તેમના પર રાષ્ટ્રપતિના પરિવારના સભ્યને નુકસાન પહોંચાડવા, સંઘીય સંપત્તિને નષ્ટ કરવાનો અને પેશકદમી કરવાનો આરોપ છે.

ઘટના સમયે જો બિડેન વ્હાઇટ હાઉસમાં હતા

પ્રેસ સેક્રેટરી કરીન જીન-પિયરે જણાવ્યું હતું કે જ્યારે અકસ્માત થયો ત્યારે જો બાયડન વ્હાઇટ હાઉસમાં હતા. લોનના સમય અંગે ચર્ચા કરવા માટે તેમણે ગૃહના સ્પીકર કેવિન મેકકાર્થી સાથે મુલાકાત કરી.

ફોક્સના સંલગ્ન, સ્થાનિક ન્યૂઝ ચેનલે અહેવાલ આપ્યો કે વ્હાઇટ હાઉસની નજીકની એક હોટલના કેટલાક મહેમાનોને અકસ્માત બાદ હોટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું. સ્ટેશન પરના એક રિપોર્ટરે આ દ્રશ્યનો વીડિયો પોસ્ટ કર્યો જેમાં એક રોબોટ ટ્રક કાર્ગો વિસ્તારની આસપાસ ફરતી હતી.

આ પણ વાંચો: PM Modi : બાઈડેને PM મોદીને કેમ કહ્યું કે "તમે મારા માટે સમસ્યા ઉભી કરી રહ્યાં છો?"

Joe Biden to PM Modi : જાપાનમાં ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અલ્બેનિસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના અનોખા પડકાર અંગે ફરિયાદ કરી હતી. રાષ્ટ્રપતિ બાઈડેન પીએમ મોદી પાસે આવ્યા અને કહ્યું હતું કે, તેઓ વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અગ્રણી નાગરિકોની વિનંતીઓના પૂરનો સામનો કરી રહ્યા છે. 

જો બાઈડેનની માફક ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનિસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, સિડનીમાં સામુદાયિક સ્વાગત માટેના સ્થળ પર 20 હજાર લોકોની ક્ષમતા છે, પરંતુ તે હજુ પણ લોકોની વિનંતીઓને પૂરી કરવામાં સક્ષમ નથી.

ઓસ્ટ્રેલિયન પીએમએ યાદ કર્યું હતું કે, કેવી રીતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90,000થી વધુ લોકો તેમનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. તેના પર જો બાઈડેને હસતા હસતા પીએમ મોદીને કહ્યું હતું કે, મારે તમારો ઓટોગ્રાફ લેવો જોઈએ.

સૂત્રોએ પ્રેસિડેન્ટ બાઈડેનને કહ્યું હતું કે, તમે મારા માટે એક ખરેખરી સમસ્યા ઊભી કરી રહ્યાં છો. આવતા મહિને અમે તમારા માટે વોશિંગ્ટનમાં રાત્રિભોજન રાખીશું. સમગ્ર દેશમાં દરેક વ્યક્તિ આવવા માંગે છે. મારી ટિકિટો ખલાસ થઈ ગઈ છે. તમને લાગે છે કે, હું મજાક કરી રહ્યો છું? મારી ટીમને પૂછો, મને ફોન આવે છે. એવા લોકોના કૉલ્સ જે મેં પહેલાં ક્યારેય સાંભળ્યા નથી. ફિલ્મ સ્ટાર્સથી લઈને સંબંધીઓ સુધી દરેકના. તમે ખૂબ જ લોકપ્રિય છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget