શોધખોળ કરો

Dahod: લ્યો બોલો! પોલીસ સ્ટેશનમાંથી જ 23 પેટી દારુની ચોરી થતા ખળભળાટ

દાહોદ: ગુજરાતમાં દારુબંધી કેટલી કારગર છે એતો આપણે બધા જાણીએ જ છીએ. રાજ્યમાં રોજેરોજ દારુબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. દારુ પાર્ટીથી લઈને દારુ પીને અકસ્માત કરનારાઓના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

દાહોદ: ગુજરાતમાં દારુબંધી કેટલી કારગર છે એતો આપણે બધા જાણીએ જ છીએ. રાજ્યમાં રોજેરોજ દારુબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે. દારુ પાર્ટીથી લઈને દારુ પીને અકસ્માત કરનારાઓના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. જો કે, આજે જે કિસ્સો સામે આવ્યો છે તેને લઈને પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે.

Dahod: લ્યો બોલો! પોલીસ સ્ટેશનમાંથી જ 23 પેટી દારુની ચોરી થતા ખળભળાટ

કારણે પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની ચોરી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટના પીપલોદ પોલીસ સ્ટેશન ખાતેથી સામે આવી છે. 20-08-2023 એ સ્ટેટ વિજિલન્સની ટીમે 44 લાખ ઉપરાંતનો દારૂ પકડ્યો હતો. એસપીને દારૂની પેટી ગાયબ થયાની બાતમી મળતા તપાસ કરી હતી. જેમાં દારૂની પેટીઓની ગણતરી કરતા 23 પેટી દારૂ ગાયબ જોવા મળ્યો હતો. દારૂની પેટી ચોરીના બનાવમાં સંડોવાયેલા 15 જેટલા આરોપી સામે નામ જોગ ગુનો નોંધવામા આવ્યો છે. દારૂ ચોરીના પ્રકરણમાં પીપલોદ પોલીસ સ્ટેશનના 1 પોલીસ કોન્સ્ટેબલ, 7-GRD, 2-TRB, 4-પબ્લીકના માણસો સહીત 15 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં 15 આરોપીમાંથી 8 આરોપીને ઝડપી પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. જે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં 7 જીઆરડી, 1 ટીઆરબી, 1 અન્ય પબ્લિક એમ  કૂલ 9ની અટકાયત કરવામાં આવી છે.

રાજકોટના કેકેવી હોલ પાસે દારુ પી કાર ચાલકે અન્ય કારને મારી ટક્કર

રાજકોટ શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવી છે. શહેરના કેકેવી હોલ નજીક દારુ પી કાર ચાલકે અન્ય કારને ટક્કર મારી હતી. રાજકોટના KKV હોલ પાસે એક શખ્સે દારૂ પીધેલી હાલતમાં આગળ જતી કારને  ટક્કર મારી હતી. કારને ટક્કર મારનાર શખ્સ દારુના નશામાં હોય તેવો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.  વાયરલ વીડિયોમાં શખ્સે દારૂ પીધો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. પોલીસે વાયરલ વિડિયોના આધારે અકસ્માત સર્જનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.  

18 વર્ષના યુવકે સ્કોર્પીયોથી 3 બાઈક અને શાકભાજીની લારીને લીધી અડફેટે

રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક  સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકનો આતંક જોવા મળ્યો હતો. સોમનાથ સોસાયટીમાં નબીરાએ ત્રણ બાઈક અને એક શાકભાજીની લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં લારી ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  પરંતુ અકસ્માતથી સ્થાનિકોમાં રોષનો માહોલ ફેલાયો હતો. અકસ્માત સમયે કેવલ નામનો વ્યક્તિ કાર ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે અને કારનો માલિક રાજુ નામનો વ્યક્તિ છે. હાલ તો બેફામ કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે.

આ મામલે રાજકોટના એસીપી ભાર્ગવ પંડ્યાનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, 2 લોકો ગાડીમાં સવાર હતા, શાકભાજીના લારી ચાલકને સામાન્ય ઇજા થઇ છે, 4 જેટલા બાઇકને નુકસાન થયું છે, ગાડી માલિક રાજુ હુંબલની ગાડી છે, તેમણે ઉમંગને ગાડી આપી હતી, કેવલ અને તેનો મિત્ર ગાડીની મ્યુઝિક સિસ્ટમ ચેક કરતા હતા તે દરમિયાન ગાડી ચાલુ થઈ ગઈ તેવું પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું છે. કાર ચાલવાનારની ઉંમર 18 વર્ષ છે, આ બાબતની fsl દ્વારા તપાસ કરાશે કે અકસ્માતનું સાચું કારણ શું હતું. કેવલ ગાણોલિયા ગાડી ચલાવતો હતો.  લાયસન્સ હજુ પ્રક્રિયા હેઠળ હતું જે તેને હજુ મળ્યું નથી. જામીન હેઠળ આરોપી છૂટી ન જાય તે રીતે ગુનો નોંધીશું. જોકે પોલીસે જણાવેલ વાત અને આરોપીએ મીડિયાને જણાવેલ વાર્તા કંઈક અલગ જ છે. આરોપીએ મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું કે લીવર ચોટી ગયું હતું અને પોલીસને એવું નિવેદન આપ્યું કે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી અને ગાડી ભાગી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની નીકળી અંતિમયાત્રા, કોણ કોણ જોડાયું?Gujarat Rain Forecast : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં કરા સાથે વરસાદની આગાહી? જુઓ મોટા સમાચારHun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
Cold Wave: રવિવારથી ઠંડીનું જોર વધશે, તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી ગગડવાનું અનુમાન, જાણો
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
General Knowledge: દેશમાં આ શહેરના લોકો કરે છે સૌથી વધુ આત્મહત્યા,આંકડો જાણીને પગ નીચેથી જમીન સરકી જશે
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Cold Wave: આજે ગુજરાતમાં 25 જિલ્લામાં માવઠાનું સંકટ, ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
Manmohan Singh: રાજઘાટ પર નહીં થાય ડૉ.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, કોંગ્રેસે કહ્યું- ભારતના પ્રથમ શીખ PMનું અપમાન, જાણો ખડગેએ શું કરી માગ?
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
WTC Final Equation: જો ભારત મેલબોર્ન ટેસ્ટ હારે કે ડ્રો કરે તો WTC ફાઈનલ 2025 માટે કેવી રીતે થશે ક્વોલિફાય? જાણી લો સમીકરણ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
Embed widget