શોધખોળ કરો

ક્રિકેટમાં જામ રણજીથી લઈ અજય જાડેજા સુધી જામનગર રાજવી પરિવારનો અનોખો ઈતિહાસ

જામનગરના જામ સાહેબ જામ શત્રુશલ્યસિંહજીએ દશેરા નિમિતે પોતાના સંદેશમાં જામનગરના વારસદાર તરીકે જાણીતા ક્રિકેટર અજય જાડેજાના નામની જાહેરાત કરી છે.

જામનગર જે પહેલા નવાનગર તરીકે ઓળખાતુ તેનો અનેરો ઈતિહાસ છે. વર્ષ 1540માં જામ રાવળે જામનગરની સ્થાપના કરી હતી. આ શહેર સ્થાપનાથી લઈને આજ સુધી તેનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે.  જે વિવિધ રાજસત્તા અને સાંસ્કૃતિક વારસાને લઈ દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવી ચૂક્યું છે. જામનગરના જામ સાહેબ જામ શત્રુશલ્યસિંહજીએ દશેરા નિમિતે પોતાના સંદેશમાં જામનગરના વારસદાર તરીકે જાણીતા ક્રિકેટર અજય જાડેજાના નામની જાહેરાત કરી છે. જામ શત્રુશલ્યસિંહજી જામ દિગ્વિજયસિંહના પુત્ર છે અને તેમની જાહેરાતને પગલે રાજપરિવાર સહિત જામનગરવાસીઓમાં ખુશીનો માહોલ છે. જામનગરના રાજવી પરિવાર અને ક્રિકેટ વચ્ચેનો સંબંધ અત્યંત પ્રાચીન અને ગૌરવસભર રહેલો છે. જામનગર રાજ પરિવારનો ક્રિકેટ પ્રેમ અને શોખ આજે દાયકાઓ બાદ પણ સતત જીવંત જોવા મળે છે. 

ક્રિકેટમાં જામ રણજીથી લઈ અજય જાડેજા સુધી જામનગર રાજવી પરિવારનો અનોખો ઈતિહાસ

(જામ શત્રુશલ્યસિંહજી)

જામનગર અને ક્રિકેટના સંબંધની શરુઆત મહાન ક્રિકેટર જામ રણજીતસિંહ જાડેજાથી થઈ હતી.  તેઓને દુનિયા જામ રણજીના નામથી ઓળખે છે.  જામ રણજીએ ભારતીય ક્રિકેટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી હતી. રણજીતસિંહજી જામનગરના રાજવી કુટુંબના સભ્ય હતા અને તેમના ક્રિકેટપ્રેમને કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એક કડી સમાન બન્યા હતા. આજે સ્થાનિક ક્રિકેટમાં જાણીતી રણજી ટ્રોફીએ જામ રણજીતસિંહના નામ પરથી રમાય છે.  1934માં શરુ થયેલી રણજી ટ્રોફી આજેપણ ક્રિકેટરમાં લોકપ્રિય છે અને દેશની અગ્રીમ ટૂર્નામેન્ટ પૈકીની એક છે. ભારતના પ્રખર ક્રિકેટરમાં જેમની ગણતરી થાય છે તેવા જામ રણજીથી આજે પણ લોકો પ્રેરણા લે છે. 

ક્રિકેટમાં જામ રણજીથી લઈ અજય જાડેજા સુધી જામનગર રાજવી પરિવારનો અનોખો ઈતિહાસ
(જામ રણજીતસિંહજી ) 

કોણ હતા જામ રણજી

જામનગર નજીક આવેલા સડોદર ગામ ખાતે વર્ષ 1872માં રણજીતસિંહજીનો જન્મ થયો હતો. ત્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું અને રાજ પરિવારમાં જન્મેલા રણજીતસિંહજીનો ઉછેર ખૂબ જાહોજલાલીમાં થયો હતો. જામ રણજીના જીવનમાં અનેક યાદગાર પ્રસંગો બન્યા છે, જે ક્રિકેટના ઈતિહાસમાં આજે પણ  અવિસ્મરણીય સમાન છે.  રણજીતસિંહજીએ 1896માં ઇંગ્લેન્ડ માટે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા હતા. આ મેચમાં તેમણે 62 અને 154 રન બનાવી ઇંગ્લેન્ડના ક્રિકેટપ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમની બેટિંગ શૈલી ખૂબ જ અલગ હતી. તેમની લેટ કટ અને ગ્લાન્સની આગવી રીતે ઈંગ્લિશ ક્રિકેટમાં ખૂબ  લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. એવુ માનવામાં આવે છે કે તેઓ સૌપ્રથમ ભારતીય ક્રિકેટર હતા જેમણે આ પ્રકારની કટનો વિકાસ કર્યો, જેની આજ સુધી પ્રશંસા થાય છે. જામ રણજીએ 1899માં મિડલસેક્સ કાઉન્ટી સામે 300 રન બનાવ્યા, જે તે સમયે એક યાદગાર સિદ્ધિ હતી. તેમણે માત્ર 335 બોલમાં આ રન બનાવ્યા હતા, જેમાં 12 સિક્સ અને 21 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચે તેમની પ્રતિભા અને ક્ષમતાને વધુ મજબૂત કરી અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવી હતી.  

ક્રિકેટમાં જામ રણજીથી લઈ અજય જાડેજા સુધી જામનગર રાજવી પરિવારનો અનોખો ઈતિહાસ

(જામ રણજીતસિંહજી અને જામ દુલીપસિંહજી)

જામ રણજીના ભત્રીજા જામ દુલીપસિંહ પણ સારા ક્રિકેટર હતા. ભારતની ટોપ ત્રણ ટુનર્નામેન્ટ પૈકી રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી આજે રમાઈ છે જે કાકા ભત્રીજાના નામે હોય તેવી વિશ્વની એકમાત્ર ટ્રોફી છે. 1907માં જામ રણજી નવાનગર એટલે કે આજના જામનગરના રાજવી બન્યા. માત્ર ક્રિકેટર તરીકે નહીં તેઓ રાજવી તરીકે પણ ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. તેમના રાજકાજમાં જામનગરમાં વિદેશી ક્રિકેટરોને બોલાવતા. રણજીતસિંહજીના અનેક પ્રસંગો એમના જીવન અને ક્રિકેટ પ્રત્યેના અપરંપાર પ્રેમના સાક્ષી છે. 

ક્રિકેટમાં જામ રણજીથી લઈ અજય જાડેજા સુધી જામનગર રાજવી પરિવારનો અનોખો ઈતિહાસ 

(જામ દિગ્વિજયસિંહજી)

1933માં જામ રણજીના અવસાન બાદ જામ દિગ્વિજયસિંહજી તેમના વારસદાર બન્યા. પિતા જામ રણજીની જેમ તેઓ પણ ક્રિકેટમાં સારો રસ ધરાવતા હતા. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ત્રીજા અધ્યક્ષ પણ રહ્યા હતા. જામ રણજીના અવસાન બાદ શાસનની ધુરા સંભાળનાર દિગ્વિજયસિંહ સ્વાભાવે ખૂબ જ માયાળુ હતા.  તેમના સ્વભાવને પગલે પ્રજામાં તેઓ ખૂબ જ લોકપ્રિય હતા. બીજા વિશ્વ યુધ્ધમાં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો અને વિશ્વભરમાં પોલેન્ડવાસીઓને આશરો મળતો ન હતો ત્યારે  પોલેન્ડના બાળકોને અંગ્રેજોની ઈચ્છા વિરુદ્ધ જામનગર નજીકના બાલાચડી ખાતે આશરો આપ્યો હતો. તેમણે વિદેશી બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરી સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવી. આજે પણ પોલેન્ડમાં જામ દિગ્વિજયસિંહને અનેરા સન્માનથી જોવામાં આવે છે પોલેન્ડમાં તેમનું સ્ટેચ્યૂ પણ જોવા મળે છે.  એટલું જ નહીં દેશની અખંડતા માટે એક ભારત બનાવવામાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કરવામાં પણ તેમની મહત્વની ભૂમિકા હતી. સોમનાથ મંદિરના પુનનિર્માણમાં જામ દિગ્વિજયસિંહનો અમૂલ્ય ફાળો હતો. જામ દિગ્વિજયસિંહજીના પુત્ર શત્રુશલ્યસિંહ જેઓ હાલ જામસાહેબ છે તેઓ પણ ક્રિકેટ સાથે સંકળાયેલા છે. રણજી ટ્રોફી રમી ચૂકેલા જામ શત્રુશલ્યસિંહ પણ સારા ક્રિકેટર હતા. વિજયાદશમીના પર્વ પર જામ શત્રુશલ્યસિંહજીએ જામનગરના વારસદાર તરીકે અજય જાડેજાના નામની જાહેરાત કરી છે.

ક્રિકેટમાં જામ રણજીથી લઈ અજય જાડેજા સુધી જામનગર રાજવી પરિવારનો અનોખો ઈતિહાસ

(અજય જાડેજા )

કોણ છે અજય જાડેજા 

પિતા દોલતસિંહ જાડેજા જામનગરના ત્રણ વખત સાંસદ તેમજ વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈને જામનગરની સેવા કરી ચૂકયા છે. દોલતસિંહ જાડેજા રાજવી કુટુંબના હોવાથી તેમનો દબદબો રાજકારણમાં પણ જોવા મળતો હતો. જામનગર રાજપરિવારનો ક્રિકેટ વારસો પુત્ર અજયે જાળવી રાખ્યો છે. અજય જાડેજાએ વર્ષ 1988માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. અજય જાડેજાના ક્રિકેટ પ્રેમને કોણ નથી જાણતું. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રહી ચૂકેલા અજય જાડેજા જીવંત વારસો છે, રાજવી કુટુંબના સભ્ય હોવા છતાં અજય જાડેજાએ ક્રિકેટમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું અને ભારતીય ક્રિકેટ ટીમ માટે ઘણી વખત ખૂબ જ સારી ફિનિશરની ભૂમિકા નિભાવી છે.  ભારત માટે ધણી પ્રભાવશાળી ઈનિંગ રમી ચૂકેલા અજય જાડેજાએ ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ લોકચાહના ધરાવતા. વર્ષ 1996માં ભારત પાકિસ્તાન મેચમાં વકાર યુનુસની અંતિમ ઓવરમાં વિસ્ફોટક બેટીંગ કરીને મેચ જીતાડી તે યાદગાર ઈનિંગ આજે પણ ક્રિકેટ ચાહકો ભૂલ્યા નથી. જોકે વર્ષ 2000માં મેચ ફિક્સિંગના આરોપોના કારણે અજયને ક્રિકેટમાંથી દૂર થવું પડ્યું, બાદમાં 2003માં આરોપમાંથી નિદોર્ષ સાબિત થઈ તેમણે દમદાર કમબેક કર્યું. આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અજય જાડેજા ક્રિકેટ કોમેન્ટેટર અને સલાહકાર તરીકે કામગીરી કરી રહ્યા છે. જામનગર રાજવી પરિવાર અને ક્રિકેટ વચ્ચેની પરંપરાને જામ રણજીતસિંહજી, જામ દિગ્વિજયસિંહજી, જામ શત્રુશલ્યસિંહ અને હવે  અજય જાડેજા આગળ વધારવા જઈ રહ્યા છે જે ખૂબ રસપ્રદ અને ગૌરવવંતો બની રહે તેવી શુભેચ્છાઓ.... 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget