શોધખોળ કરો

ગુજરાતના આ શહેરમાં ફરી કોરોનાની એન્ટ્રી, 5 વર્ષની બાળકીનું મોત

corona virus: સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને દેશમાં ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ચીનમાં પણ કોરોનાએ ફરી માથું ઉચકતા ઘણી જગ્યાએ પ્રતિબંધો લાદવામાં આવ્યા.

જામનગર: ગુજરાત અને સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને દેશમાં ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. ચીનમાં પણ કોરોનાએ ફરી માથું ઉચકતા ઘણી જગ્યાએ આકરા પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. તો બીજી તરફ દેશની રાજઘાની દિલ્હીમાં પણ કોરોનાના પ્રતિબંધ લાગુ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં ફરી માસ્કને લઈને નિયમો કડક કરવામાં આવી રહ્યા છે.

હવે વાત કરીએ ગુજરાતની તો જામનગર શહેરમાં લાંબા સમય બાદ બે કેસ કોરોના પોઝિટીવ નોંધાયા છે. આ નોંધાયેલ કેસો પૈકી એક બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. 5 વર્ષીય બાળકીનું કોરોનાને કારણે મોત થયું છે જયારે અન્ય એક કેસ પોઝીટીવ છે.

આ રાજ્યમાં ફરી કોરોનાનો રાફડો ફાટ્યો

કોરોના વાયરસનો ભય ફરી એકવાર પાછો ફરતો જોવા મળી રહ્યો છે. લગભગ એક મહિના પહેલા, જ્યાં તેના દર્દીઓ આવવાનું લગભગ બંધ થઈ ગયું હતું, હવે ફરીથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા દર્દીઓ ઝડપથી મળી રહ્યા છે અને તેનાથી ફરી એકવાર લોકોની ચિંતા વધી ગઈ છે. દિલ્હીમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓની સંખ્યા 3 હજારને વટાવી ગઈ છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

4 મહિનાનું બાળક ગંભીર હાલતમાં

દિલ્હીની LNJP હોસ્પિટલમાં 7 કોરોના દર્દીઓ દાખલ છે, જેમાંથી બે બાળકો છે. રિપોર્ટ અનુસાર, આમાં એક બાળક માત્ર 4 મહિનાનો છે. તેમની હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે અને ડોક્ટરોએ તેમને ઓક્સિજન સપોર્ટ પર મૂક્યા છે. તો બીજી તરફ બાળકોમાં વધી રહેલા સંક્રમણ પર હોસ્પિટલના ડોક્ટર સુરેશનું કહેવું છે કે, કોરોના સંક્રમણ એવા બાળકોને થઈ રહ્યું છે જેમને પહેલાથી જ કેટલીક બીમારીઓ છે.

માતાપિતા રસી નહીં લે તો બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે

દિલ્હીની હોસ્પિટલમાં કોરોનાથી પીડિત 4 મહિનાના બાળકના પિતા પણ હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટરોનું કહેવું છે કે કોરોનાની રસી દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો માતાપિતાએ રસી ન લીધી હોય અથવા બંને ડોઝ ન લીધા હોય, તો બાળકો માટે જોખમ હોઈ શકે છે.

દિલ્હીમાં 24 કલાકમાં 965 પોઝિટિવ દર્દીઓ મળ્યા

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 965 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. સકારાત્મકતા દરની વાત કરીએ તો હવે તે 4.71 ટકા થઈ ગયો છે. આ સાથે, દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને લગભગ 3000 થઈ ગઈ છે, જ્યારે 1 દર્દીનું મૃત્યુ પણ થયું છે. આ વખતે ખતરો બાળકો પર વધુ છે.

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget