Gaurav Gandhi: 16 હજાર હાર્ટની સર્જરી કરનાર ડોક્ટરનું 41 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મોત, કેમ નાની ઉંમરે મોતને ભેટી રહ્યા છે લોકો?
જામનગર: જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 41 વર્ષની હતી. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવાયું છે. કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થતા ચકચાર મચી જવા પામી છે.
જામનગર: જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની ઉંમર 41 વર્ષની હતી. તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું જણાવાયું છે. કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટરનું કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થતા ચકચાર મચી જવા પામી છે. એમપી શાહ મેડિકલ કોલેજના ડીન ડૉ. નંદિની દેસાઈએ જણાવ્યું કે, ગાંધીએ મંગળવારે સાંજે 4 વાગ્યે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. કાર્ડિયોગ્રામ બાદ તેમને એસિડિટીની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમના સારું લાગતા તેઓ ઘરે પાછા ફર્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર બે કલાક બાદ તે બાથરૂમમાં બેહોશ થઈ ગયા. હોસ્પિટલમાં લઈ જવાયાની 45 મિનિટમાં જ તેનું મોત થઈ ગયું. અહેવાલો અનુસાર, ડૉ ગાંધીએ તેમની તબીબી કારકિર્દીમાં 16,000 થી વધુ હાર્ટ સર્જરીઓ કરી હતી. તેઓ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. તેણે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ પણ કરી હતી. તેના સાથીદારોના કહેવા પ્રમાણે, તે એકદમ સામાન્ય દેખાતા હતા.
ડૉ.ગાંધી સ્વસ્થ હતા અને તેમના અવસાનથી તબીબી જગત આઘાતમાં છે. 41 વર્ષીય ડૉ. ગાંધીનું મૃત્યુ આશ્ચર્યજનક છે કારણ કે તાજેતરના ભૂતકાળમાં આવી ઘણી ઘટનાઓ બની છે જેમાં સ્વસ્થ વ્યક્તિ અચાનક એટેક આવવાને કારણે મોતને ભેટ્યા છે.
શું કોરોના સાથે છે કઈ કનેક્શન?
'નેચર મેડિસિન' જર્નલમાં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસ સૂચવે છે કે કોવિડ-19નો હળવો ચેપ પણ હૃદય રોગનું જોખમ અનેકગણું વધારી શકે છે. વિવિધ અભ્યાસોમાં, કોવિડ પછી એક નવા રોગની વાત કરવામાં આવી છે.
નિષ્ણાતોના મતે, SARS-CoV-2 વાયરસ વિવિધ પ્રકારના માનવ કોષોમાં પ્રવેશ કરી શકે છે. તેમાં કોરોનરી વાહિનીઓ (હૃદયના સંકોચન અને વિસ્તરણ માટે જવાબદાર) અને એલ્વોલર કોષોનો પણ સમાવેશ થાય છે. આ કારણે ડોકટરો પણ માને છે કે કેટલાક દર્દીઓને કોવિડ-19ને કારણે મ્યોકાર્ડિટિસ થાય
છે.
વિશાખા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર ડૉ. રામબાબુએ કહ્યું કે આ હાર્ટ એટેક અને મૃત્યુમાં SARS-CoV-2ની ભૂમિકા વિશે બહુ શંકા નથી. તેમણે કહ્યું, 'કોવિડ-19 ડી-ડાઈમર લેવલમાં વધારો કરે છે અને કેટલાક દર્દીઓમાં ક્લોર્ટિંગ અબ્રોર્મલિટી આવી જાય છે, જેનાથી કદાચ કાર્ડિયાક અબ્રોર્મલિટી થઈ શકે છે.
હસતા-રમતા લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યા છે. એવું પણ નથી કે વૃદ્ધો કે કોઈ રોગથી પરેશાન લોકો તેનો શિકાર બન્યા હોય. ઘણા કિસ્સાઓમાં ખૂબ જ યુવાન લોકોએ (30 વર્ષથી ઓછી ઉંમરના) પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા બે વર્ષમાં સોશિયલ મીડિયા પર આવા વીડિયોનું પૂર આવ્યું છે.
આકસ્મિક મૃત્યુ અંગે વિવિધ થિયરી સામે આવવા લાગી છે. કેટલાક કોવિડ-19 રસીનું કારણ કહેશે, જ્યારે કેટલાક જીન મ્યુટેશનની વાતો કહે છે. આમાંથી કોઈ પણ સિદ્ધાંત અત્યાર સુધી વૈજ્ઞાનિકોના સ્કેલ પર સાચો નથી. જો કે, અચાનક મૃત્યુને લઈને તબીબી જગતનો અભિપ્રાય પણ વહેંચાયેલો છે.
કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા અનુસાર, ભારત વિશ્વની ક્રોનિક હ્રદય રોગની રાજધાની છે. નિષ્ણાંતોના મતે ભારતીયોના જનીન એવા છે કે તેમાં હૃદયરોગનું જોખમ વધારે છે.
ઘણા નિષ્ણાતો કોવિડ-19 સાથે સંકળાયેલ માયકોર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ માટે ભૂમિકા પર શંકા કરે છે, પરંતુ ડેટા આને સમર્થન આપતા નથી.
યુવાનો હાર્ટ એટેકને લઈને કોઈ ગેરસમજમાં ન રહે.
અસહ્ય ગરમી આ કારણે બને છે હાર્ટ અટેકનું કારણ
નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે.
માનવ શરીર સામાન્ય રીતે 98.6°F એટલે કે 37°C તાપમાન જાળવી રાખે છે. જ્યારે તાપમાનમાં થોડો વધારો થાય છે, ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરીને અને રક્તવાહિનીઓને ફેલાવીને પોતાને ઠંડુ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે એવું થતું નથી અને રક્તવાહિનીની સાઈઝમાં વધારો થવાને કારણે હૃદયના ધબકારા ઝડપી બને છે અને બ્લડપ્રેશર ઘટી જાય છે ત્યારે હૃદયરોગના દર્દીઓ માટે સમસ્યા ઊભી થઈ શકે છે.
લોહી પંપ કરવામાં અસમર્થ
નબળા હૃદયવાળા લોકો શરીરને ઠંડુ રાખવા માટે પૂરતું લોહી પંપ કરી શકતા નથી. તેથી જ તેઓ બ્લડ પ્રેશરને સામાન્ય રાખી શકતા નથી. જેના કારણે તેમના શરીરનું તાપમાન હાનિકારક સ્તરે વધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે વધતી ગરમીને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદય સંબંધિત રોગો ખાસ કરીને હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.
શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે એવું માનવામાં આવે છે, પરંતુ નિષ્ણાતોના મતે માત્ર કડકડતી ઠંડી જ નહીં પરંતુ પ્રખર ગરમી પણ હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. એટલા માટે હૃદયના દર્દીઓએ બંને પરિસ્થિતિમાં સાવચેત રહેવું જોઈએ. હિટવેવની સ્થિતિમાં હાર્ટ એટેકની શક્યતાઓ વધી જાય છે. આનું કારણ એ છે કે, શરીરના ચયાપચયને તેનું સામાન્ય તાપમાન 37 °C (98.6 °F) જાળવવા માટે સખત મહેનત કરવી પડે છે, જે હૃદય પર તાણ લાવે છે.
આ લક્ષણોને ન કરો નજર અંદાજ
માથામાં દુખાવો થવો
વધુ પરસેવો આવવો
નાડીનું તેજ ચાલવું
ધબકારા વધી જવા
ઉલ્ટી થવી
નબળાઇ અનુભવવી
કેવી રીતે કરશો બચાવ
ગરમીમાં હાર્ટઅટેકથી બચવા માટે સખત ગરમીમાં બહાર જવાનું ટાળવું જોઇએ. ગરમીમાં હાર્ડ વર્ક કરવાનું ટાળવું જોઇએ અને શરીરને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી પીતા રહેવું જોઇએ. જો ગરમીમાં અસહજ મહેસૂસ થાય કે ઉપરોક્ત કોઇ આવા કોઇ લક્ષણો દેખાય તો ઠંડી જગ્યાએ જતું રહેવું અને આરામ કરવો અને ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.