(Source: ECI/ABP News/ABP Majha)
JAMNAGAR : એક જ પરિવારના પાંચ સભ્યો રહસ્યમય રીતે ગુમ, જાણો શું છે સમગ્ર મામલો
જામનગરના એક જ પરિવારના પાંચ સભ્યો છેલ્લા દસ દિવસથી ગુમ થતા પોલીસ દોડતી થઈ છે..
JAMNAGAR : કોઈ પરિવારના એકાદ વ્યક્તિ ગુમ થાય અને તે ફરી મળી આવે તેવું કેટલીય વખત સામે આવે છે, પણ જામનગર શહેરમાં વસવાટ કરતો એક આખો પરિવાર ગુમ થયાની જાહેરાત સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં થતા પોલીસ આ પરિવારના પાંચેય સભ્યો ક્યા સંજોગોમાં ગુમ થયા.,.? ક્યા ગયા..? સહિતની બાબતોને કેન્દ્રમાં રાખી અને પરિવારના સભ્યોની શોધખોળ આદરી છે.
જામનગરના એક જ પરિવારના પાંચ સભ્યો છેલ્લા દસ દિવસથી ગુમ થતા પોલીસ દોડતી થઈ છે. ગોકુલનગરમાં રહેતા અરવિંદભાઈ નિમાવત, તેમના પત્ની શિલ્પાબેન નિમાવત, પુત્રી કીરણ અને પુત્ર રણજીત અને કરણ 11 માર્ચથી ગુમ છે..જે અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ કરવામાં આવી છે..હાલ તો પોલીસે ગુમ પરિવારની શોધખોળ શરૂ કરી છે...અરવિંદભાઇ નિમાવતનો પરિવાર ગોકુલનગર રડાર રોડ નવાનગર શેરી નં 5માં પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા હતા અને ગોકુલનગર રોડ પર બજરંગ રેસ્ટોરન્ટ ચલાવતા હતા. પરંતુ 11 માર્ચેથી આખો પરિવાર ગુમ થયો છે. જે હજુ સુધી મળી આવ્યોનથી..જેથી અરવિંદભાઈના મિત્ર વીનું મહારાજે પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ પરિવાર આર્થિક સંકડામણને કારણે ગુમ થયો હોવાનું પોલીસના સુત્રોની માહિતી છે.
અરવિંદભાઇ હેમતભાઇ નિમાવત ઉ.વ.-52 તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઇ નિમાવત દીકરી કીરણબેન અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-26, રણજીત અરવિંદભાઇ નિમાવત ઉ.વ.24 અને કરણ અરવિંદભાઇ નિમાવત ઉ.વ.-22 જે પરિવાર ગોકુલનગર રડાર રોડ નવાનગર શેરી ન 5માં પ્રફુલભાઇ સવાણીના મકાનમાં રહેતા હતા અને રગોકુલનગર રોડ પર બજરંગ રેસ્ટોરન્ટ ચલાવતા હતા તે ગત તા.11/03/2022ના કોઇ પણ સમયે પોતાના ઘરેથી નીકળી ગયેલ હોય હજુ સુધી મળી આવ્યા ના હોય મળી આવેલ ના હોય તે સંદ્ર્ભ્બે અરવિંદભાઈના મિત્ર વીનું મહારાજ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે શોધખોળ આદરી છે. આ પરિવાર આર્થિક સંકડામણને કારણે ગુમ થયો હોવાનું પોલીસ સુત્રો જણાવે છે.