Jamnagar Rain: સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં ઘૂસ્યા પાણી, ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસતા જોવા મળ્યો ખૌફનાક નજારો
Jamnagar Rain: જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જામજોધપુરમાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ અને દિવસ ભરનો કુલ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. લાલપુરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.
Jamnagar Rain: જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. જામજોધપુરમાં છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ અને દિવસ ભરનો કુલ 7 ઇંચ વરસાદ વરસ્યો છે. લાલપુરમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ અને દિવસ ભરનો પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં સાર્વત્રિક વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે.
જામજોધપુરના સીદસર ગામ પાસે આવેલ ઉમિયા માતાજી મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ લાલપુરની ઢાંઢર નદીના પાણી લાલપુર ગામમાં ઘુસ્યા છે. એસટી ડેપો પાસે આવેલ રાધેશ્યામ મંદિરમાં પાણી ફરી વળ્યું છે અને એસટી ડેપો પણ પાણીમાં ગરકાવ થયો છે.
ગુજરાતમાં અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સાથે અલગ-અલગ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્ર એટલે કે જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે. જેને પગલે 6 બટાલિયન NDRFની 8 ટીમ ગુજરાતમાં તૈનાત કરવામાં આવી છે. લાલપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચાર થાંભલા વિસ્તાર, ઉમાધામ સોસાયટી, સહકાર પાર્ક, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
01 ટીમ રાજકોટ (ટીમ રસ્તામાં છે)
01 ટીમ પોરબંદર (ટીમ રસ્તામાં છે)
01 ટીમ ગીર સોમનાથ
01 ટીમ કચ્છ
01 ટીમ નવસારી
01 ટીમ વલસાડ
01 ટીમ અમરેલી
01 ટીમ જૂનાગઢ
કુતિયાણામાં 7 તો માધવપુરમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર
પોરબંદર જિલ્લાના ઘેડપંથકના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે કુતિયાણા તાલુકામાં છેલ્લા ચાર કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાતા ગામડાઓ જળ બંબાકાર થયા છે. તો કુતિયાણા તાલુકાના પસવારીથી ઘેડ પંથકને જોડતા રસ્તા પર ભાદર નદીના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત મહોબતપર ગામના 160 લોકોનું રેસ્કયું કરી સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. હજુ પણ ભાદર નદીનું સ્તર વધી રહ્યું છે. હાલ વહીવટી અને પોલીસ વિભાગના જવાનો સતત ખડેપગે જોવા મળી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો હતો. પોરબંદર તાલુકાના માધવપુર ઘેડમાં ત્રણ કલાકમાં ૫ ઇંચ તો કુતિયાણામાં ૨ કલાકમાં ૫ ઇંચ વરસાદ પગલે જ્યાં જુઓ ત્યાં ગ્રામ્ય પંથકના પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. કુતિયાણાની મુખ્ય બજાર તો શેરી ગલીઓમાંથી પાણી વહી રહ્યા છે. હજુ ગ્રામ્ય પંથકના વરસાદ વરસી રહ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં જોડતા કેટલાક રસ્તાઓ પણ બંધ થયા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial