શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
જામનગરમાં 14 વર્ષના છોકરાએ 9 વર્ષની સાગા કાકાની દીકરીને બનાવી હવસનો શિકાર, પરિવારે શું કહીને વાત દબાવવા કોશિશ કરી ?
પોલીસે પિતરાઈ 15 વર્ષના સગીર શખ્સ સામે દુષ્કર્મ ગુજારવાના ગુનાની કલમ 376 તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તરૂણની અટકાયત કરી આગળ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના જ સગા કાકાની દીકરી એવી નવ વર્ષની બાળકીને વાડીના રૂમમાં લઇ જઇ તેના જ પિતરાઇ ભાઇએ (15 વર્ષીય) દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે.
લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક પરિવારની નવ વર્ષની એક બાળકી ગઈકાલે (શુક્રવારે) બપોરે ચારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીની ઓરડી પાસે રમી રહી હતી, જે દરમિયાન ગઇકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં 15 વર્ષની વયના પિતરાઈ ભાઈએ પોતાની જ બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું.
દરમિયાન બાળકીને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયો હતો, અને કપડાં પણ લોહી ભીના થયા હતા. જેના કારણે તેણીને સૌપ્રથમ લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં રક્તસ્ત્રાવની સાથે સાથે તેણીને ગુપ્ત ભાગમાં ટાંકા લેવા પડે તેવી પરિસ્થિતિ હોવાથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પહોંચાડવામાં આવી હતી.
જયાં તબીબોને બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ જાણ થતા જ બાળકીની માતાને તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. બાળકીના માતાના આધારે જ પોલીસે પિતરાઈ 15 વર્ષના સગીર શખ્સ સામે દુષ્કર્મ ગુજારવાના ગુનાની કલમ 376 તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી તરૂણની અટકાયત કરી આગળ પૂછપરછ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion