Jamnagar: બેંકની શાખાના લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળતા ચકચાર
10 ઓગસ્ટે બપોરે બેંકનાં મહિલા કર્મચારી લેડીઝ વોશરૂમમાં ફરિયાદી મહિલા ગયા ત્યારે વોશરૂમમાં સ્પાય કેમેરો સેટ કરવામાં આવ્યો હોવાનું તેઓનાં ધ્યાનમાં આવ્યું હતું.
Jamnagar News: જામનગર નજીકનાં દરેડમાં આવેલી પંજાબ બેંકની એક શાખાનાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરો મળી આવતાં ચકચાર મચી છે. પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મુદે બેંકનાં એક મહિલા કર્મચારીએ બેંકનાં ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. બેંકની આ શાખા દરેડ ઉદ્યોગનગર ફેઈઝ થ્રી માં મહાવીર સર્કલ નજીક આવેલી છે. આ બેંકમાં નોકરી કરતાં બિહારનાં વતની એવાં મધુલતાકુમારીએ આ સ્પાય કેમેરા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
10 ઓગસ્ટે બપોરે બેંકનાં મહિલા કર્મચારી લેડીઝ વોશરૂમમાં ફરિયાદી મહિલા ગયા ત્યારે વોશરૂમમાં સ્પાય કેમેરો સેટ કરવામાં આવ્યો હોવાનું તેઓનાં ધ્યાનમાં આવ્યું હતું. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બેંકશાખાનાં ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈનીએ આ કૃત્ય કર્યું છે. ફરિયાદી મહિલાનાં ગુપ્ત ફોટો કે વીડિયો મેળવી લેવા મેનેજરે આ કૃત્ય આચર્યું હોવાના આરોપ થયા છે. આ મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
જો કે આ ઘટના કામના સ્થળે મહિલાઓ કેટલી સુરક્ષિત તે બાબતને લઈને સવાલ ઉઠાવનાર ચોક્કસથી કહી શકાય.ફરિયાદ નોંધાવવાની ભનક આવી જતા ઇન્ચાર્જ મેનેજર અખિલેશ ફરાર થઇ ચુક્યો છે જેની પોલીસ શોધખોળ કરી રહી છે. મહિલા કર્મચારીના ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અખિલેશ સૈની સામે આઈપીસી કલમ 354(સી) મુજબ ફરિયાદ નોંધાવામાં આવી છે. અખિલેશ સૈની મૂલ હરિયાણાનો વતની છે. તેણે 7 ઓગસ્ટના રોજ અખિલેશ સૈનીએ મહિલા વોશરૂમમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. બેંકના મેનેજર રજા પર હોઈ, તેના ચાર્જમાં અખિલેશ સૈની હતો, જેથી મહિલા કર્મચારીએ આ બાબતે અખિલેશ સૈનીને વાત કરી HRD હેડને વાત કરવાનું કહ્યું હતું.
રાજકોટ શહેરમાં એક ચોંકવનારી ઘટના બની છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દિધો છે. રાજકોટની એક પરિણીતાને પોતાના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતા હોવાનો ઘટસ્ફોટ કરતા હાહાકાર મચી ગયો છે. નગ્ન વીડિયોને બાદમાં તેના સસરા વેબસાઇટ પર મુકતા હતા. આ નગ્ન શોના લાઈવ વીડિયોને વોટ્સએપ ગૃપમાં વાયરલ પણ કરવામાં આવતા હતા. આ શરમજનક ઘટનામાં પરિણીતાનો પતિ અને તેની સાસુ પણ સસરાને સાથ આપતા હતા. જ્યારે આ તમામ ચૂંગાલમાંથી નીકળવા માટે પરિણીતા પોતાના પિયર પહોંચી ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.