Jamnagar: કોંગ્રેસ નેતા દિગુભા જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ, કેરોસિન શરીર પર છાંટતા જ...............
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાની ઘટના હાલમાં ટૉક ઓફ ધ ટાઉન બની છે.
જામનગરઃ ગુજરાતમાં એક રાજકીય ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. જામનગરમાં કોંગ્રેસ નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા હડકંપ મચી ગયો છે. રાજ્યભરમાં જ્યારે એકબાજુ લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આજે જામનગર કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ હતી. આ દરમિયાન બનેલી આ ઘટનાએ બધાને દોડતા કરી દીધા હતા.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આત્મવિલોપન કરવાની ઘટના હાલમાં ટૉક ઓફ ધ ટાઉન બની છે. દિગુભા જાડેજા આત્મવિલોપન કરવા માટે પોતાના શરીર કેરોસિન પણ છાંટી દીધુ હતું. જોકે, આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન કલેક્ટર કચેરી બહાર ભારે હોબાળો મચતાં લોકોનાં ટોળાં એકઠા થયાં હતાં.
ખાસ વાત છે કે, શહેરમાં કલેક્ટર કચેરીના બીજા માળે મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરની બેઠક ચાલી રહી હતી, ત્યારે જ આ ઘટના ઘટી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા પોતાની કાર લઇને કચેરીએ આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના મહામંત્રી પણ હાજર હતા. ત્યારે દિગુભા જાડેજાએ કેરોસિનનું ડબલુ પોતાના શરીરે છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઇને ભારે હોબાળો થયો હતો.
આ પણ વાંચો......
રાજ્યના 55 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા ?
India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા
Gujarat Rain: રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ
Jamnagar: આજે બે રાજ્યના મુખ્યમંત્રીઓ જામનગરમાં, અરવિંદ કેજરીવાલ કરશે મોટી જાહેરાત