શોધખોળ કરો

Jamnagar: દોઢીયા ગામે ખેતરમાં વીજળી પડી, એક મહિલાનું મોત

વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે. વીજળી પડવાની શક્યતા વૃક્ષ કે ઈમારત પર વધુ રહે છે.

Latest Jamnagar News: જામનગર તાલુકાના દોઢીયા ગામે ખેતરમાં વીજળી પડી હતી. વીજળી પડતા બે લોકો દાઝ્યા હતા. વીજળી પડતા બંને લોકોને 108 મારફત જામનગર જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વીજળી પડતા નિમીષા નામની 30 વર્ષની મહિલાનું મોત થયું હતું અને અલ્પેશ નામનો 19 વર્ષીય યુવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ક્લાઈમેટ રેઝિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલે ભારતીય હવામાન વિભાગના સહયોગથી એક નકશો બહાર પાડ્યો છે. જેમાં વીજળીથી પ્રભાવિત વિસ્તારોની માહિતી આપવામાં આવી છે. આ મેપ અનુસાર, વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ મધ્યપ્રદેશમાં બને છે. આ પછી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને બંગાળ આવે છે. આ રાજ્યો ઉપરાંત બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ વીજળી પડવાની ઘટનાઓ બને છે. જણાવી દઈએ કે, દેશના શહેરી વિસ્તારોમાં વીજળી પડવાની ઘટનાઓ વધુ અનુભવાતી નથી. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આ ખૂબ જ સામાન્ય ઘટના છે.

 વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે. જ્યારે ચોમાસાના દિવસોમાં વધુ વાદળો હોય છે, ત્યારે આપણે ઘણીવાર આકાશમાંથી વીજળીની સાથે ગર્જનાનો અવાજ સાંભળીએ છીએ. ત્યારે મનમાં સવાલ હશે કે આ વીજળી કેવી રીતે પડે છે અને વીજળી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. 

વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલિને સૌપ્રથમ 1872માં વીજળી પડવાનું સાચું કારણ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે આકાશમાં વાદળોમાં પાણીના નાના કણો હોય છે, જે હવા સાથે ઘર્ષણને કારણે ચાર્જ થઈ જાય છે. કેટલાક વાદળો પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને કેટલાક નેગેટિવ ચાર્જ ધરાવે છે. જ્યારે બંને પ્રકારના ચાર્જવાળા વાદળો એકબીજા સાથે અછડાય છે ત્યારે લાખો વોલ્ટ વીજળી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ ચાર્જ થયેલ વાદળ પૃથ્વી પર કોઈ ઊંચા વૃક્ષ કે ઈમારતની નજીકથી પસાર થાય છે, ત્યારે ઈમારત કે વૃક્ષમાં તેના ચાર્જ સામે વિપરીત ચાર્જ સર્જાય છે, જ્યારે આ પ્રમાણ વધારે હોય છે, ત્યારે વાદળમાંથી વીજળી ઈમારત કે વૃક્ષ પર પડે છે. આપણે વાદળોની વચ્ચે ચમકતી વીજળી જોઈએ છીએ અને તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જ્યારે વાદળોમાંથી વીજળી જમીન પર પડે છે ત્યારે નુકસાન પહોંચાડે છે. હવામાનશાસ્ત્રીઓના મતે આ આકાશી વીજળી ધરતી પર પહોંચ્યા બાદ એવું માધ્યમ શોધે છે જ્યાંથી તે પસાર થઈ શકે. વીજળી પડવાની શક્યતા વૃક્ષ કે ઈમારત પર વધુ રહે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
Article 370: 'કાશ્મીરમાં ફરી કલમ 370 લાગુ કરો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આ ખાસ કારણથી કહી આ વાત
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Embed widget