જામનગરમાં રોડ શો દરમિયાન PM મોદી પોતાની કારમાંથી નીચે ઉતરી અચાનક કોને મળ્યા, જુઓ વીડિયો
પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ દરમિયાન સાંજે તેઓ જામનગર પહોંચ્યા છે. જામનગર જિલ્લાના તેમણે 1448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ દરમિયાન સાંજે તેઓ જામનગર પહોંચ્યા છે. જામનગર જિલ્લાના તેમણે 1448 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જામનગર પધારેલા વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરમાં પ્રધાનમંત્રીના આગમનને લઈ લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર જોવા મળ્યા હતા. જામનગરમાં રોડ શો યોજાઈ હતો. આ દરમિયાન પીએમ મોદી પોતાની કારમાંથી નીચે ઉતરી અચાનક જ એક વ્યક્તિને મળ્યા હતા. તેમની પાસે હિરાબા અને પ્રધાનમંત્રી મોદીની તસવીરો હતી.
#WATCH | PM Narendra Modi got down from his car to accept people’s greetings in Jamnagar, Gujarat earlier this evening. pic.twitter.com/t7iLTOs3eK
— ANI (@ANI) October 10, 2022
રેલીમાં તસવીરો લઈને ઉભેલા આ વ્યક્તિને જોઈને પોતાની ગાડીમાંથી ઉતરીને તેમને મળ્યા હતા. બાદમાં એક ફોટો પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યો, જ્યારે બીજી તસવીર પર પીએમ મોદીએ હસ્તાક્ષર કરી તે વ્યક્તિને પરત આપ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
રોડ શોમાં અને સભા સ્થળે લોકોની હાજરી જોઈ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું, 'જામનગરે આજે વટ પાડી દીધો'. જામનગરનો કોઈપણ ભાઈ કચ્છ જાય ત્યારે ભુજમાં સ્મૃતિ વન જવાનું ચૂકે નહીં. હું આજે જામનગર આવ્યો છું ત્યારે જામસાહેબ મહારાજા દિગ્વિજયસિંહને સત સત નમન કરું છું. જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મારા પર ખૂબ આશીર્વાદ રહ્યા છે.
પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર અવતરણ સિંચાઈ (SAUNI) યોજના લિંક 3 (અંડ ડેમથી સોનમતી ડેમ સુધી), સૌની યોજના લિંક 1 (અંડ-1 ડેમથી સાની ડેમ સુધી) નું પેકેજ 5 અને હરીપર 40 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટનું પેકેજ 7 સમર્પિત કરશે. આ પ્રોજેક્ટ્સ સિંચાઈ, વીજળી, પાણી પુરવઠા અને શહેરી માળખાકીય સુવિધાઓ સાથે સંબંધિત છે.
પ્રધાનમંત્રી દ્વારા જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો તેમાં કાલાવડ/જામનગર તાલુકાની કાલાવડ જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, મોરબી-માળીયા-જોડિયા જૂથ વર્ધન પાણી પુરવઠા યોજના, લાલપુર બાયપાસ જંકશન ફ્લાયઓવર બ્રિજ, હાપા માર્કેટ યાર્ડ રેલ્વે ક્રોસિંગ અને નવીનીકરણનો, ગટર સંગ્રહ પાઇપલાઇન અને પમ્પિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે.