શોધખોળ કરો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરની યાત્રા, જાણો ક્યાંથી શરૂ કરી યાત્રા?

અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે, 2022 પહેલા ઘણી પદયાત્રાઓ, બાઇક રેલીઓ અને કાર રેલીઓ નીકળશે. આજે પદયાત્રાથી સામાજિક એકતાની તાકાત બતાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં રાજકીય શક્તિ પ્રદર્શન પણ બતાવીશું.

કાંકરેજઃ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે પોતાના જન્મ દિવસે એક યાત્રાનું આયોજન કર્યું છે. પદયાત્રા પહેલા જિલ્લાના કાંકરેજ તાલુકાના તેરવાળા ગામ સ્થિત ચેહર માતાજીના દર્શન કરી અલપેશ ઠાકોરે દર્શન કર્યા હતા. અહીં ગામલોકોએ અલ્પેશ ઠાકોરનું અભિવાદન કર્યું. દર્શન બાદ અલ્પેશ ઠાકોર પોગળનાથ જ્યાંથી પદ યાત્રાનો પ્રારંભ થવાનો છે ત્યાં જવા નીકળ્યા હતા. 

દિયોદરના ઓગડધામથી થરાના ટોટાણા ધામ સુધી ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની આત્મદર્શન પદયાત્રા નીકળવાની છે. ઓગડધામમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અલ્પેશ ઠાકોરના 47માં જન્મદિવસ પર આત્મદર્શન યાત્રા કાઢવામાં આવી રહી છે. 2022ની ચૂંટણીને લઈને અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન છે. અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં  ઠાકોરસેના સહિત અનેક લોકો જોડાયા છે. 

પોતાના જન્મદિવસે અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો હતો કે, 2022 પહેલા ઘણી પદયાત્રાઓ, બાઇક રેલીઓ અને કાર રેલીઓ નીકળશે. આજે પદયાત્રાથી સામાજિક એકતાની તાકાત બતાવી રહ્યા છીએ. આગામી દિવસોમાં રાજકીય શક્તિ પ્રદર્શન પણ બતાવીશું. ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચની સામાજિક એકતા અને તાકાતનો પરચો બતાવીશું. આજની આત્મ દર્શન યાત્રા એ યુવાનોને એક કરવાની યાત્રા છે. આજની યાત્રાને રાજકીય કે સામાજિક ગણવી એ લોકોનો વિષય છે. સમાજને મજબૂત કરવા રાજકીય બળ જરૂરી છે.  

આજે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઇ રહી છે. બેઠકમાં ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહામંત્રીઓ અને રાષ્ટ્રીય કારોબારી ના સભ્યો બેઠકમાં વર્ચ્યુલ માધ્યમથી જોડાશે. 2022 મા ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી બાબતે ચર્ચાં વિચારણા માટે આ બેઠક યોજાઇ રહી છે.

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આગામી વર્ષે વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને દિલ્લીમાં આજે ભાજપ કાર્યકારણીની બેઠક યોજાઇ રહી છે. દિલ્લીના ભાજપ કાર્યાલય પર ભાજપના દિગ્ગજ નેતા પહોંચ્યા. બેઠક 10 વાગ્યે શરૂ થઇ હતી.  બેઠકમાં ગુજરાતમાંથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મહામંત્રીઓ અને રાષ્ટ્રીય કારોબારી ના સભ્યો બેઠકમાં વર્ચ્યુલ માધ્યમથી જાડાયા છે. બેઠકમાં આગામી સમયમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીને લઇને મંથન થઇ રહ્યું છે. કોરોના બાદ આ પહેલી ભાજપની કાર્યકારણીની બેઠક છે.

બેઠકમાં છેલ્લા સાત વર્ષની કેન્દ્ર સરકારની સિદ્ધિ પર પણ ચર્ચા થશે. બેઠકની શરૂઆતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું. કોરોનાના કારણે તમામ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ બેઠકમાં જોડાયા હતા.

ગાંધીનગરથી ભાજપના કાર્યલય કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી. આર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વીડિયો  કોન્ફરન્સથી મીટીગમાં જોડાશે,  કોરોનાના પ્રોટોકોલને ઘ્યાનમાં રાખીને દિલ્લીમાં 124 જ ભાજપના કાર્યકારણીના 124 સભ્યો જ ઉપસ્થિત રહેશે, જેમાં પ્રધાનમંત્રી મોદી  અને  રાષ્ટ્રિય અધ્યક્ષ જે.પી નડ્ડા સિવાય, તમામ કેન્દ્રીય મંત્રીઓ, અને કાર્યસમિતિના અન્ય સભ્યો સામેલ થયા છે. 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પાર્ટીના પ્રદેશ અધ્યક્ષો વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા છે.

બેઠકમાં મોદી સરકારની સિદ્ધિઓ સહિત યુપી સહિત પાંચ રાજ્યોની ચૂંટણી મુદ્દે મંથન થઇ રહ્યું છે. બેઠક શરૂ થતાં પૂર્વે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રાસંગિક સંબોધન કર્યું હતું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade LIVE: ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget