Banaskantha : યુવતીને બ્લેકમેલ કરી ત્રણ યુવકોએ વારંવાર માણ્યું શરીરસુખ ને પછી એક દિવસ તો...
પાંથાવાડાનો ભુરો ગોવિંદ પુરોહિત તેનો ભાઇ નમન ગોવિંદ પુરોહિત અને દાંતીવાડાના ધનિયાવાડાનો રતનસિંહ ધોખાજી રાઠોડ છેલ્લા 4 મહિનાથી કિશોરીને લલચાવી ગુંદરી હાઈવે પર આવેલ દર્શન હોટલ નજીક દુષ્કર્મ ગુજાર્યો હતો
ડીસાઃ પાંથાવાડામાં ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારતા યુવતીએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. યુવતીની અંતિમક્રિયા બાદ મોબાઈલ રેકોર્ડીંગ મળતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. ત્રણ શખ્સો દ્વારા ચાર મહિનાથી બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ ગુજારી મરવા મજબૂર કર્યા હોવાનું સામે આવ્યું છે. અઠવાડિયા બાદ મૃતદેહને બહાર કાઢી એફએસએલ, મામલતદાર અને પોલીસની હાજરીમાં ફરી પેનલ પી.એમ. કરાશે. પાંથાવાડા પોલીસે માનસિક ત્રાસ અને બ્લેકમેલીંગ કરતાં ત્રણે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, એક અઠવાડિયા પહેલા યુવતીએ આપઘાત કરી લેતા પરિવારનોએ મૃતદેહને દફનાવી બેસણું પણ કરી દીધું હતુ. દરમિયાન યુવતીનો મોબાઇલ ફોન મળ્યો હતો. જેમાં રહેલા રેકોર્ડિંગમાં ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારી વારંવાર બ્લેકમેઇલ કરી મરવા માટે મજબુર કરી હોવાનું ખુલ્યું હતુ. આ અંગે પરિવારજનોએ પાંથાવાડાના બે અને ધનિયાવાડાના એક શખ્સ સામે પાંથાવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરી છે.
ગત 25 ઓગસ્ટે પરિવારના સભ્યો કામકાજ અર્થે બહાર હતા તે સમયે પરિવારની યુવતીએ સૂતરની દોરી વડે ગળે ફોસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીએ આપઘાત કરી લેતા સામાજિક રીત- રિવાજ મુજબ દફનવિધિ કરી બેસણું પણ કરી દીધુ હતુ. આ પછી ગત 29 ઓગસ્ટે બંધ હાલતમાં મોબાઈલ મળી આવ્યો હતો.
મોબાઇલ ચાલુ કરી રેકોર્ડીંગ સાંભળતાં મૃતક યુવતીએ તેની બહેનપણી સાથે કરેલી વાતચીતથી જાણવા મળ્યું હતુ કે, પાંથાવાડાનો મહેન્દ્ર ઉર્ફે ભુરો ગોવિંદ પુરોહિત તેનો ભાઇ નટવર ઉર્ફે નમન ગોવિંદ પુરોહિત અને દાંતીવાડાના ધનિયાવાડાનો રતનસિંહ ધોખાજી રાઠોડ છેલ્લા 4 મહિનાથી કિશોરીને લલચાવી, ફોસલાવી, લાલચ આપી ગુંદરી હાઈવે પર આવેલ દર્શન હોટલ નજીક લઈ જઈ તેણી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યો હતો તેમજ તેના અશ્લીલ ફોટા તેમજ વિડીયો વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની બીક બતાવી શારીરિક માનસિક ત્રાસ આપી બ્લેક મેઇલ કરતા હતા.