Banaskantha: ધોળા દિવસે દાદી-પૌત્રની હત્યાથી હાહાકાર, પ્રેમપ્રકરણમાં હત્યાની આશંકા
કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં દાદી-પૌત્રની હત્યા થઈ હોવાની ઘટના બની છે. ચીરાગભાઈ સાધુ પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા.
શિહોરીઃ બનાસકાંઠાના શિહોરી ગામમાં આજે દિનદહાડે દાદી પૌત્રની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં દાદી-પૌત્રનું ગળું કાપી નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા બનાવને પગલે શિહોરી પોલીસ સહિત ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા હત્યારાઓનું પગેરુ શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે .
કાંકરેજ તાલુકાના શિહોરી ગામમાં રામજી મંદિર પાસે એક રહેણાંક મકાનમાં દાદી-પૌત્રની હત્યા થઈ હોવાની ઘટના બની છે. ચીરાગભાઈ સાધુ તેમની પત્ની સાથે સુરત નોકરી કરે છે અને તેમનો પુત્ર ધાર્મિક અને માતા સુશીલાબેન શિહોરી ખાતે રામજી મંદિર પાસે રહેતા હતા. તે દરમિયાન આજે ચિરાગભાઈએ તેમની માતા અને પુત્રના ખબર અંતર પૂછવા માટે મોબાઈલ પર કોલ કર્યો હતો, પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ કોઈ જ પ્રત્યુતર ન મળતા ચિરાગભાઈએ બાજુમાં રહેતા તેમના સંબંધીઓને ફોન કરી તેમની માતાને જાણ કરવા જણાવ્યું હતું.
બાજુમાં રહેતા તેમના સંબંઘી જાણ કરવા જતાં ઘરમાં જતા સુશીલાબેન અને તેમના પૌત્ર ધાર્મિકની હત્યા કરાયેલી લાશ જોવા મળતા જ તેઓ ડઘાઈ ગયા હતા અને તરત જ જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. શિહોરીમાં મંદિર પાસે જ ભરચક વિસ્તારમાં દિન-દહાડે દાદી અને પૌત્રનું તિક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી નિર્મમ હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઈ જતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
જોકે હ,ત્યા કોણે કરી છે તે હજી ચોક્કસ કારણ જાણી શકાયું નથી ,પરંતુ મૃતકના પરિવારજનો દ્વારા આ હત્યા મૃતકના પુત્રના પ્રેમસંબંધોમાં વહેમ રાખી આ હત્યા થયાનું ફરિયાદમાં ઉલ્લેખ થયો છે. મુકેશ રાવળની પત્નીને મૃતકના પુત્ર ઉમંગ લઈ આવતા મુકેશ રાવળ વારંવાર ઘેર આવીને મારી નાખવાની ધમકી આપતા હતા. જેને લઇને આ હત્યા થયાનું પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ડોગ સ્કવોર્ડ એ,ફ.એસ.એલ.ની મદદથી પોલીસ તપાસ હાથ ધરી છે.